ગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટ એટલે કે આજે સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ગ્રહોનો સેનાપતિ મંગળ પણ આજે મીન રાશિથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય અને મંગળ સિંહ અને મેષ રાશિના સ્વામી છે. મંગળ આજે સાંજે 07: 21 વાગ્યે મેષ રાશિમાં આવશે, જ્યારે 6 મિનિટ પછી 07:27 સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે.
બંને મોટા ગ્રહો એક જ દિવસે રાશિ પરિવર્તન કરી રહ્યા છે એ પણ સ્વરાશિમાં આથી અદ્ભુત યોગ બનાવે છે. બંને ગ્રહોની તાકાત કેટલીક રાશિઓને ફાયદો કરાવશે, તો કેટલાક જાતકોની મુશ્કેલીઓમાં વધારો કરશે. આવો, જ્યોતિષશાસ્ત્રમાં આ બંને ગ્રહોના ગોચરની કેવી અસર થશે જાણીએ વિસ્તાર પૂર્વક.
મંગળ અને સૂર્યના ગોચરથી આ 4 રાશિને થશે ફાયદો. મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિને આ ગોચરથી સૌથી વધુ ફાયદો થશે જ્યારે બાકીની 6 રાશિઓને નુકસાન થશે તો કન્યા અને વૃશ્ચિક રાશિ માટે આ ગોચરથી મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે.
મેષ રાશિ
મંગળ મેષ રાશિના લગ્ન સ્થાનમાં પ્રવેશ કરી રહ્યો છે. મંગળના લગ્ન સ્થાનમાં આવવાથી આ રાશિના જાતકોમાં ગુસ્સોનું સ્તર વધારી શકે છે. જો કે, તેમના લાંબા સમયથી બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે. તે જ સમયે, સૂર્ય તમારી રાશિના પાંચમા સ્થાનમાં આવશે. પાંચમા સ્થાનમાં સૂર્યની સ્થિતિ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે. સારા પરિણામ રોજગાર અથવા ઉચ્ચ શિક્ષણની બાબતમાં તમને ફાયદો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.