વિક્રમ સંવત 2076, પોષ સુદ બારસ, મંગળવાર, ધનુર્માસનું અંતિમ સપ્તાહ શરૃ, ચંદ્ર-મંગળનું ઓપોઝિશન મેષ પ્રસન્નતા અને સંતોષનો અનુભવ કરવા માટે સમાધાન જરૃરી બને. વૃષભ લક્ષ દૂર ઠેલાતું લાગે. આવક સામે જાવક વધતી લાગે.
મિથુન અંત સમસ્યામાંથી બહાર આવી શકશો. નાણાભીડ દૂર થતી લાગે. કર્ક તમારા મનની મુરાદ મનમાં રહી જતી લાગે. ખર્ચ-ખરીદી પર કાબૂ રાખજો. સિંહ આપની મૂંઝવતી સમસ્યાનેો ઉકેલવાનો માર્ગ મળે.
કન્યા મહત્વના કોઈ કામ આડેના અંતરાયને દૂર કરી શકશો. તુલા અંગત મૂંઝવતા પ્રશ્ન અંગે કોઈ હલ દેખાય. ગૃહવિવાદ ટળે. વૃશ્ચિક આપના પ્રયત્નોનું ફળ વિલંબથી મળે. સ્નેહીનો સહકાર અને ટેન્શન હટે.
ધન કામકાજનો બોજ વધતો લાગે. વિવાદ અટકાવજો. ખર્ચ વધે. મકર મનની મૂંઝવણ દૂર થાય. ગૃહજીવનમાં સંવાદિતા રહે. કુંભ મનની મુરાદ બર લાવવા પ્રયત્નો વધારવા પડશે. મીન આરોગ્ય ચિંતા દૂર થાય. કૌટુંબિક બાબત માટે સાનુકૂળતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.