આજે માતાજી ના નવલા નોરતા નો છઠ્ઠો દિવસ છે. આજે માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે માં કાત્યાયનીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા અનુસાર માં નું આ સ્વરૂપ સુખ અને શાંતિ પ્રદાન કરે છે, તેમની પૂજા કરવાથી મનની શક્તિ મજબૂત થાય છે અને સાધસ ઈન્દ્રયોને વશમાં કરી શકાય છે. અવિવાહિતો આ દેવીની પૂજા કરે તો સારા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. ધર્મ ગ્રંથો અનુસાર આ જ દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. આવો જાણીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે કેવી રીતે કરશો માં કાત્યાયનીની પૂજા…
દેવી કાત્યાયનીની પૂજા વિધિ:
સૌથી પહેલા ચોકી પર સ્વચ્છ લાલ કપડું પાથરી તેની ઉપર માં કાત્યાયનીની મૂર્તિ રાખો. ગંગાજળ છાંટી ઘરને પવિત્ર કરો. વૈદિક મંત્રોચ્ચારની સાછે વ્રતનો સંકલ્પ વાંચો અને દરેક દેવી-દેવતાઓમે નમસ્કાર કરતાં ષોડશોપચાર પૂજન કરો. માં કાત્યાયનીને દૂધ, દહીં અને મધથી સ્નાન કરાવો. માં કાત્યાયનીને મધ અતિ પ્રિય છે. તેથી પૂજામાં માં ને મધ અર્પણ કરો. મનમાં જે મનોકામના છે તે બોલતા બોલતા માં પાસે આશીર્વાદ માંગો.
દેવી કાત્યાયનીનો મંત્ર
चंद्रहासोज्जवलकरा शार्दूलवर वाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनि।|
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.