મંગળ ગ્રહ ફરી એકવાર વિશ્વભરના વૈજ્ઞાનિકોને મૂંઝવી રહ્યો છે કારણ કે મંગળ ગ્રહનું સંતુલન બગડયું છે અને તે પોતાની ધરી પર રહસ્યમય રીતે હચમચી રહ્યો છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ દરેક ૨૦૦ દિવસે પોતાની ધરીથી ૪ ઇંચ દૂર ખસી રહ્યો છે. આ પ્રક્રિયાને ધી ચેન્ડલર વોબલ તરીકે ઓળખવામાં આવે છે. આ નામ ખગોળશાસ્ત્રી કાર્લો ચેન્ડલરના નામ પરથી રાખવામાં આવ્યું છે.
અમેરિકન જિયોફિઝિકલ યુનિયન અનુસાર આ ભૂભૌતિક ગતિવિધિ છે. પૃથ્વી દરેક ૪૩૩ દિવસ બાદ તેની ધરી પર હચમચે છે. પૃથ્વી તેની ઉત્ત્પતિથી અત્યાર સુધીમાં પોતાની મૂળ ધરીથી ૩૦ ફૂટ દૂર ખસી છે.
એ પ્રમાણે મંગળ ગ્રહ દરેક ૨૦૦ દિવસે ધરીથી દૂર જતો હોવાના કારણે ધ્રૂજતો દેખાય છે. આ પ્રકારની ધ્રુજારી વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે. જો કે કેટલીક ગણતરીઓના આધારે વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે કેટલીક સદીઓ બાદ આ ધ્રુજારી આપોઆપ બંધ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.