હજુ આંબાના ઇજારા દેવાયા નથી, અમરેલી જિલ્લામાં કેરીના પાકને માઠી અસર

ચાલુ વર્ષે બાગાયતી પાક અને રોકડિયા પાકમાં વાતાવરણની અસર વર્તાઇ છે. મરચાનાં પાકને સારું એવું નુકસાન થયું છે. તેમ આંબાના પાકને પણ અસર પહોંચી છે. ફ્લાવરિંગ આવ્યા બાદ ખરી જાય છે. તેમજ હજુ સુધી ઇજારા આપવામાં આવ્યાં નથી.અમરેલી: સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં આંબાના બગીચા આવેલા છે. કેરીનું સારું ઉત્પાદન થાય છે. પરંતુ ચાલુ વર્ષે વાતાવરણના સતત પરિવર્તનના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શરૂઆતમાં ફ્લાવરિંગ સારું હતું. પરંતુ બેવડી ઋતુ અને માવઠાની અસર વર્તાઇ છે. ફ્લાવરિંગ ખરી ગયું છે. તેમજ બાદ ઓછુ ફ્લાવરિંગ આવ્યું છે. સામાન્ય રીતે આ સમયે બગીચાનાં ઇજારા આપવાનું શરૂ થઇ જતું હોય છે. પરંતુ હજુ સુધી ઇજારા દેવામાં આવ્યાં નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.