મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન…

Manish Sisodia Bail : દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. કોર્ટે શરતો લાદી અને તેને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો. હવે સિસોદિયા 16 મહિના પછી જેલમાંથી બહાર આવી શકે છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની ખંડપીઠે ત્રણ દિવસ પહેલા 6 ઑગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.

મહત્વનું છે કે, ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે EDના વકીલે 3 જુલાઈ સુધીમાં તપાસ પૂર્ણ કરવાનું કહ્યું છે. આ ઓક્ટોબર 2023માં સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી 6-8 મહિનાની મર્યાદાથી વધુ છે. આ વિલંબને કારણે નીચલી અદાલતમાં ટ્રાયલ શરૂ થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. વ્યક્તિગત સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે. યોગ્ય કારણ વગર તેનું ઉલ્લંઘન કરી શકાતું નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નીચલી કોર્ટ અને હાઈકોર્ટ ઘણીવાર સમજી શકતી નથી કે જામીનને નિયમ અને જેલને અપવાદ માનવામાં આવે છે. જેના કારણે સુપ્રીમ કોર્ટમાં મોટી સંખ્યામાં જામીન અરજીઓ આવે છે. ન્યાયિક પ્રક્રિયાને જ સજા ન બનાવવી જોઈએ. આરોપી સમાજમાં ઊંડો આધાર ધરાવે છે. તેના ફરાર થવાની કોઈ શક્યતા નથી. નીચલી કોર્ટ જામીનની શરતો નક્કી કરી શકે છે. પુરાવાના નાશની શક્યતા પર પણ શરતો મુકવી જોઈએ.

મનીષ સિસોદિયાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જામીનના મામલામાં હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ સજા તરીકે નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.