મનમોહન સિંહ હવે રાજ્યસભામાં દેખાશે નહીં, રાજકારણમાંથી નિવૃત થયાં પૂર્વ વડાપ્રધાન

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ મંગળવારે રાજ્યસભામાંથી રિટાયર થઈ ગયા છે. આ અવસર પર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મનમોહન સિંહને પત્ર લખ્યો અને કહ્યું કે, હવે આપ રાજ્યસભામાં હશો નહીં અને સક્રિય રાજકારણમાંથી રિટાયર થઈ રહ્યા છો, પણ તેમ છતાં પણ તમારો અવાજ દેશની જનતા માટે ઉઠતો રહેશે.

નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ મંગળવારે રાજ્યસભામાંથી રિટાયર થઈ ગયા છે. આ અવસર પર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મનમોહન સિંહને પત્ર લખ્યો અને કહ્યું કે, હવે આપ રાજ્યસભામાં હશો નહીં અને સક્રિય રાજકારણમાંથી રિટાયર થઈ રહ્યા છો, પણ તેમ છતાં પણ તમારો અવાજ દેશની જનતા માટે ઉઠતો રહેશે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને નવ કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યસભામાંથી કમસે કમ 45 સભ્ય મંગળવાર અને બુધવારે સેવાનિવૃત થવાના છે અને અમુક ઉપલા સદનમાં નહીં આવે. પૂર્વ પ્રધાનમંત્રી સિંહ બુધવારે રાજ્યસભામાં પોતાની 33 વર્ષની લાંબી સંસદીય ઈનિંગ્સ સમાપ્ત કરશે, જ્યારે પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી પહેલી વાર સંસદના ઉપલા ગૃહમાં પ્રવેશ કરશે.

સિંહ, જે અર્થવ્યવસ્થામાં કેટલાય સાહસિક સુધારાની શરુઆત કરવા માટે ઓળખાય છે. ઓક્ટોબર 1991માં પહેલી વાર સદનના સભ્ય બન્યા. તેઓ 1991થી 1996 સુધી નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી અને 2004થી 2014 સુધી પ્રધાનમંત્રી રહ્યા. 91 વર્ષિય મનમોહન સિંહનો કાર્યકાળ 3 એપ્રિલે ખતમ થયા બાદ તેમની સીટ ભરતા સોનિયા ગાંધી પહેલી વાર રાજસ્થાનથી રાજ્યસભામાં પ્રવેશ કરશે.

સાત કેન્દ્રીયમંત્રી- શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન અને મત્સ્ય પાલન મંત્રી પરષોત્તમ રુપાલા, સૂચના મંત્રી રાજીવ ચંદ્રશેખર, વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રી નારાયણ રાણે અને મંત્રી એલ મુરુગન પણ મંગળવારે રાજ્યસભામાંથી પોતાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણનો કાર્યકાળ બુધવારે સમાપ્ત થઈ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.