મનમોહનસિંહે વર્તમાન આર્થિક સ્થિતિને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું હાલની સરકાર ‘મંદી’ શબ્દ સ્વીકારી રહી નથી

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે વર્તમાન આર્થિક સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. એક કાર્યક્રમમાં મનમોહનસિંહે કહ્યું હતું કે હાલની સરકાર ‘મંદી’ શબ્દ સ્વીકારી રહી નથી અને આજે આ સૌથી મોટી સમસ્યા છે. મોદી સરકારને છેલ્લા કેટલાક દિવસોમાં આર્થિક મોરચે અનેક આંચકા મળ્યા છે. બેરોજગારીની વધતી સમસ્યા સાથે, વિશ્વની ઘણી આર્થિક એજન્સીઓએ ભારતના જીડીપીનો અંદાજ ઘટાડ્યો છે.

પ્લાનિંગ કમિશનના પૂર્વ ડેપ્યુટી ચેરમેન મોન્ટેક સિંઘ અહલુવાલિયાના પુસ્તકના લોકાર્પણ સમયે મનમોહનસિંહે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મનમોહનસિંહે કહ્યું કે જો આપણે અગાઉના પ્લાનિંગ કમિશનના આધારે વિકાસની ગતિને આગળ વધારવીએ તો 2024-25 સુધીમાં 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકતું હતું.

મનમોહનસિંહે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આજે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે આજની સરકાર મંદી જેવા શબ્દોને સ્વીકારતી નથી. જો તમે મુશ્કેલીઓને ઓળખતા નથી, તો પછી તમે કેવી રીતે સાચો જવાબ શોધી શકશો, આ સૌથી મોટો ભય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.