પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 1984ના સિખ રમખાણોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મનમોહન સિંહે પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ વેધક સવાલો કર્યા છે અને તેને કઠઘરામાં ખડી કરી છે. મનમોહન સિંહે પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલની 100મી જ્યંતિ પર આયોજીત કાર્યક્રમમાં બોલતા આ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનના ભારે પડઘા પડે તેવી શક્યતા છે.
મનમોહન સિંહે 1984ના સિખ રમખાણોને લઈને સનસનાટીપૂર્ણ નિવેદન કરતા કહ્યું હતું કે, જો તે સમયે ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઈન્દ્ર કુમાર ગુજરાલની સલાહ માની હોત તો સિખ રમખાણોને ટાળી શકાયા હોત. મનમોહન સિંહના આ નિવેદન પર ભારે વિવાદ થાય તેવી શક્યતા છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, ઈન્દ્ર કુમાર ગુજરાલે 1984ના સિખ રમખાણો અટકવવા માટે સૈન્ય તૈનાત કરવાની સલાહ આપી હતી, પરંતુ તત્કાલીન ગૃહમંત્રી નરસિમ્હા રાવે તેમની સરકારની આ સલાહને સદંતર અવગણી હતી. ગુજરાલે સિખ રમખાણો ભડક્યા તે રાત્રે ગૃહમંત્રી નરસિમ્હા રાવ સાથે મુલાકાત કરી હતી અને તે દરમિયાન જ આ સલાહ આપી હતી. પરંતુ તેને અવગણવામાં આવી હતી અને રમખાણો ભડક્યા હતાં.
પૂર્વ વડાપ્રધાનના આ નિવેદનને લઈને વિવાદ સર્જાય તેવી શક્યતા છે. લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે મનમોહન સિંહના નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રત્યાઘાતો પડે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.