જે રીતે આપણને આપણું શરીર સ્વસ્થ રાખવાની સલાહ આપવામાં આવે છે તેવી જ રીતે આપણે આપણાં મગજને પણ હેલ્ધી રાખવાની ઘણી જરૂર હોય છે. દિમાગ વધતી ઉંમર સાથે યાદશક્તિને ધીમ-ધીમે ઓછી કરવા લાગે છે. જેના કારણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી બને છે. જાણો, કઇ બાબતોના આધારે તમે તમારા માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી શકો છો.
નિયમિતપણે વ્યાયામ કરો
– નિયમિત કસરત કરવી તે તમારા શારીરિક અને માનસિક એમ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે.
– દરરોજ વ્યાયામ કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો જેની સીધી અસર તમારા વિચાર અને વિચારવાની ક્ષમતા પર પડે છે.
– આ સાથે જ તમે હંમેશા એક્ટિવ રહો છો જે તમારા માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ દર્શાવવાનું કામ કરે છે અને તમને અલ્ઝાઇમર રોગનું જોખમ પણ ઓછું રહે છે.
હેલ્ધી ડાયેટ લો
– સ્વસ્થ જીવન પ્રાપ્ત કરવા માટે જરૂરી છે તમે હંમેશા હેલ્ધી ડાયેટની આદત રાખો.
– ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ભોજન લો, સંતૃપ્ત ચરબી ઓછી, વધારેમાં વધારે ફળ અને પત્તાદાર લીલી શાકભાજીઓ ખાઓ જેમાં પોષક તત્ત્વોનું ભરપૂર પ્રમાણ હોય છે.
– મલ્ટી ગ્રેઇન લો જે તમારા મસ્તિષ્કને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
પૂરતી અને સારી ઊંઘ લો
– તમારા મગજને કામ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પદ્ધતિ એ છે કે તેને રાત્રે 7 થી 9 કલાક માટે આરામ કરવા દો.
– ન્યૂરોલોજિસ્ટ એક્સપર્ટ્સની સલાહ છે કે ઊંઘ સૌથી જરૂરી છે જે તમારા મગજને રીસેટ કરીને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
– આ તમારા મગજના થાકને દૂર કરવાના સૌથી શ્રેષ્ઠ ઉપાયમાંથી એક માનવામાં આવે છે.
કંઇક નવું કરો
– માત્ર દરરોજ એક જ પ્રકારનું કામ કરીને થાક લાગ લાગવાથી તમે માનસિક રીતે અસ્વસ્થ થઇ શકો છો.
– હંમેશા કંઇક નવું કરવાનો પ્રયાસ કરવો જોઇએ જેનાથી તમને મજા પણ આવે અને તમારું મગજ નવું કાર્ય કરવા માટે ઝડપી સક્રિય રહે.
– સતત નવા કનેક્શન બનાવવાથી તમારા મગજને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.