મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બોલું છું, મારો મિત્ર છે થોડી તપાસમાં નરમાશ રાખજો

જીએસટી દ્વારા ઝડપી પાડવામાં આવેલા કરોડો રૃપિયાના બોગસ બિલીંગ કૌભાંડનો માસ્ટર માઇન્ટ અશરફ કલવાડીયા રાજયના શિક્ષણમંત્રી ચુડાસમાનો મિત્ર હોવા તરીકેનું જણાવી અંદાજે રૃા. 42 કરોડથી વધુના કૌભાંડમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરનાર એક મહિલા સહિત ત્રણ વિરૃધ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ડીજીજીઆઇ (ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્ટ) દ્વારા આઠેક માસ અગાઉ અંદાજે 42 કરોડ રૃપિયાનું બોગસ બીલીંગ કૌભાંડ આચરી રૃા. 7 કરોડથી વધુની ઇન્પુટ ટેક્ષ ક્રેડિટ મેળવનાર અશરબ ઇબ્રાહીમ કલવાડીયા (રહે. ઉનગામ) ની ધરપકડ કરી છે. આ કૌભાંડની હાલમાં ડીજીજીઆઇના એસઆઇઓ (સિનીયર ઇન્વેસ્ટીગેશન ઓફિસર) મહેરસિંહ ભુપસિંહ (રહે. શ્યામ પેલેસ, શ્રૃંગાર રેસીડેન્સી, વેસુ) તપાસ કરી રહ્યા છે.

અશરફ કલવાડીયા દ્વારા આચરવામાં આવેલા કરોડો રૃપિયાના કૌભાંડની તપાસ અંતર્ગત ગત જુન મહિનામાં સંજય રાવ શુકલા નામના વ્યક્તિએ મોબાઇલ નંબર 8140838050 પરથી ફોન કર્યો હતો અને પોતે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના પી.એ તરીકે ઓળખ આપી હતી અને કરોડો રૃપિયાનું આચરનાર અશરફ કલવાડીયાના મંત્રી ભુપેન્દ્રસિંહના મિત્ર હોવાનું જણાવી તપાસ કડકાઇથી નહિ કરવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ મંત્રી ભુપેન્દ્રસિંહના નામે હેતલ નવીનચંદ્ર શાહ (રહે. કવીન હાઇટ્સ, અલ્વી રો હાઉસ સામે, ન્યુ રાંદેર રોડ) એ પણ પોતાના મોબાઇલ નંબર 9924139007 પરથી ફોન કરી સમગ્ર તપાસમાં નરમાશ રાખવા જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.