ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને 24 કલાક ગુણવત્તાલક્ષી વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરીકાળમાં ભાવનગર અને ભરૂચ જિલ્લામાં ફિડરોના વિભાજન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, એગ્રિકલ્ચર, જ્યોતિગ્રામ, અર્બન અને ઉદ્યોગ એમ ચાર કેટેગરીમાં ફિડરો કાર્યરત કરવામાં આવે છે,અને આ ફિડરોમાં લોડ વધે એ ચકાસીને જરૂરિયાત મુજબ ફિડરોનું વિભાજન કરીને સમયસર ગુણવત્તાલક્ષી અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં 17 ફિડરોનું વિભાજન કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.