મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા લોકડાઉન વધારવામાં આવી શકે છે. બુધવારે થયેલી કેબિનેટ મિટિંગમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને મંત્રીઓએ લોકડાઉનને આવનારા 15 દિવસ (31 મે) સુધી વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કેબિનેટની બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે કેને જોયા બાદ 15 દિવસ સુધી લોકડાઉનવધારવામાં આવશે અથવા નહીં તેનો નિર્ણય છેલ્લે ઉદ્ધવ ઠાકરે કરશે.
રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યાનુસાર કોરોનાના દૈનિક મામલામાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના જિલ્લામાં અત્યારે પણ સ્થિતિ ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં 12 જિલ્લામાં કોરોનાના વધતા કેસમાં ઘટાડો આવ્યો છે. પરંતુ આ રાજ્યનો એક તૃત્યાંશ ભાગ જ છે. બાકીના બે તૃત્યાંશ ભાગોમાં કાતો સ્થિતિ સ્થિર છે અથવા આંકડા કરાવી રહ્યા છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં ફક્ત 35000 કોવૈક્સીનના ડોઝ બચ્યા છે. જ્યારે 5 લાખ લોકોને કેવૈક્સીનના બીજા ડોઝ આપનાના છે. રાજ્યમાં હાલ કુલ 2.75 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 46, 781 નવા મામલા આવ્યા છે. જ્યાકે 816 લોકોના મોત થયા છે. નવા દર્દી મળતા કુલ કેસ 52,26,710 થયા છે. જ્યારે કુલ 78 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 24 કલાકમાં 58 હજાર 805 લોકો સાજા થયા છે. આ સાથે રિકવરી રેટ 88.01 ટકા પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.