કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ રાજસ્થાનમાં, લોકડાઉન લગાવવાની આપી સલાહ

અશોક ગહેલોત સરકારે લોકડાઉનનું નામ આપ્યુ છે ‘જન અનુશાસન પખવાડિયુ’. આ દરમિયાન જરુરી સેવાઓની થોડી તમામ સરકારી ઓફિસો બંધ રહેશે. બજારમાં માલ સિનેમાઘક બંધ રહેશે. હોમ ડિલીવરી માટે છુટ રહેશે. મજૂરોનું પલાયન ન થાય એ માટે કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ રહેશે.

આજે સાંજે મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ રાજસ્થાનમાં લોકડાઉન લગાવવાની સલાહ આપી હતી. આ બાદ આ નિર્ણય સીએમ પર છોડી દેવામાં આવ્યો હતો.

  • કેન્દ્ર સરકારની જરુરી સેવાઓ સાથે કાર્યાલય તથા સંસ્થાઓ ખુલી રહેશે. અહીં કર્મચારીઓ ઓળખ પત્રની સાતે પરવાનગી રહેશે.
  • આ ઉપરાંત તમામ સરકારી અને પ્રાઈવેટ ઓફિસો બંધ રહેશે.
  • બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, એરપોર્ટ્સની સાથે આવન જાવન કરનાા લોકોએ પ્રવાસ ટિકિટ બતાવવા પર જ અવરજવરની પરવાનગી રહેશે.
  • રાજ્યમાં આવનારા પ્રવાસીઓને પ્રવાસના 72 કલાકની અંદર કરાવેલો આરટી- પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે.
  • ખાર્ધ પદાર્થો તથા કરિયાણાના સામાન, મંડિયો, ફળ તથા શાકભાજી, ડેરી તથા દૂધ, પશુ ચારાની દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યાં સુધી શક્ય છે તેમની હોમ ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવશે.
  • શાકભાજી અને ફળોને સાયકલ રિક્ષા, ઓટો રિક્ષા, હાછ ઠેલા દ્વારા સાંજે 7 વાગ્યા સુધી વેચી શકાશે.
  • આંતર રાજ્ય અને રાજ્યની અંદરના માલ પરિવહન કરનારા બહારના વાહનોની અવરજવર માલના લોડિંગ તથા અન્ય લોડિંગ અને રાષ્ટ્રિય તથા રાજ્ય માર્ગો પર સંચાલિત ઢાબા, વાહન રિપેરની દુકાનો ખુલ્લી રહેશે.
  • પ્રોસેસ્ડ ફૂડ, મિઠાઈ, રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલીવરી રાતે 8 વાગ્યુ સુધી થશે
  • ઈંદિરા રસોઈ અન ભોજન બનાવવા અને તેના વિતરણની 8 વાગ્યા સુધી કોવિડ અનુસાર થશે
  • રાષ્ટ્રીય રોજગાર ગેરન્ટી યોજના માન્ય ગ્રામીણ વિકાસ યોજનાઓ હેઠળ કામ કરી શકશે શ્રમિકો
  • એલપીજી, પેટ્રોલ પંપં, સીએનજી, પેટ્રોલિયમ ગેસ સાથે સંબંધિત રિટેલ, હોલસેલ આઉટલેટની સેવાઓ રાતના 8 વાગ્યા સુધી ચાલૂ
  • કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસની કેટલીક સેવાઓ નિયમોને આધિન ચાલુ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.