સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સુરત મનપા તંત્રની એક બાદ એક બેદરકારી સામે આવી રહી છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સુરતમાં એક મહિલા કોરોના દર્દીને પાલિકાએ અધવચ્ચે ઉતારી દીધી અને કહ્યું કે બસમાં જગ્યા નથી તમે અહીંથી જતા રહો. ત્યારે મહિલા બાદમાં ઘરે પહોંચ્યા જ્યાં કલાકોમાં જ મહિલાનું મૃત્યુ થઇ ગયું. ત્યારે સમગ્ર મામલાને લઇ વીટીવીના અહેવાલ બાદ સ્મીમેર તંત્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો.
મેયરની હોસ્પિટલના ડીન અને વિપક્ષ નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ. જો કે આ પ્રથમ વખત નથી અગાઉ પણ સ્મીમેર હોસ્પિટલની બેદરકારી સામે આવી ચૂકી છે. પુણા વિસ્તારના પોઝિટિવ મહિલા 5 દિવસથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
આ તે કેવી માણસાઈ?
સ્મીમેર હોસ્પિટલે મહિલાના પરિવારજનોને ફોન કર્યો કે તમારા પરિવારજન સાજા થઇ ગયા છે. તેને તમે કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીકથી આવીને લઇ જાઓ. ત્યારે આ અંગે મૃતક મહિલાના દીકરાએ કહ્યું કે 17 જુલાઈએ સાંજે 6 વાગ્યે મને ફોન આવ્યો કે, તમારા મમ્મીને ડિસ્ચાર્જ કરાયા છે. તેથી હું તેમની રાહ જોઈને અમારા ઘર પાસેના રોડ પર ઉભો હતો.
રાતે આઠ વાગે મને ફોન આવ્યો અને….
પરંતુ 8 વાગ્યે મને ફોન આવ્યો કે, તમારા મમ્મીને બંબાખાના પાસે આવીને લઈ જાઓ. હું મારી ગાડી લઈને ત્યાં પહોંચ્યો હતો. તો પાલિકાના લોકોએ મારી મમ્મીને રોડ બસમાંથી ઉતારી દીધી હતી. મારી મમ્મી ત્યાં સૂતી હતી. બાદમાં હું તેઓને ઘરે લઈ આવ્યો. જેન બાદ તરત સાડા આઠથી 9 વાગ્યાની વચ્ચે મારા મમ્મી મૃત્યુ પામ્યા હતા. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે કોરોના સંક્રમિત દર્દીને અધવચ્ચે છોડી દેવાના?. જે મહિલાનું આવી હાલતમાં મૃત્યુ થયું તેના માટે કોણ જવાબદાર?. કોરોનાના નવા દર્દી માટે જૂના દર્દી પર અત્યાચાર કરવાનો?. શું માનવતાથી પણ મોટી કોઈ ગાઈડલાઈન છે?. આવી કેટલીય હોસ્પિટલ હશે જ્યાં દર્દી સાથે આવો વ્યવહાર થતો હશે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.