માનવતાને પણ શરમાવે તેવા સમાચાર- મડદાંને ચઢાવવામાં આવ્યો ગ્લૂકોઝ અને ઓક્સિજન, આખરે આ રીતે ખુલ્યું રહસ્ય….

લખનઉઃ ઉત્તરપ્રદેશની એક હોસ્પિટલમાંથી માનવતાને પણ શરમાવે તેવા સમાચાર આવ્યા છે. અહીં એક પાર્થિવ દેહને ઓક્સિજન અને ડ્રિપ લગાવી ઈન્જેક્શન લગાવવાની વાત જાણવા મળી છે. પરિવારજનોના વિરોધ બાદ પહેલાં તો એકબીજાના માથે ઢોળવા લાગ્યા પરંતુ પછી તપાસ કરવાનું નાટક કર્યું છે. એસઆઈસીએ કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ જોતાં આ બેદરકારી નથી લાગતી, છતાં પણ ડો. ચંદ્રહાસ અને ડો. રાજનાથને ઘટનાની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જો કોઇપણ પ્રકારની બેદરકારી જણાશે તો, કાર્યવાહી કરવામાં આવશે.

ડોક્ટરે કહ્યું હતું કે, તે ઠીક છેઃ રૌસડ ગામના નિવાસી હરિપ્રસાદ (60)નું બે દિવસ પહેલાં જીયનપુર હદ વિસ્તારમાં અંજાન શહીદમાં એક્સિડન્ટ થયો હતો. તેમના પરિવારના લોકો જ તેમને હોસ્પિટલમાં લાવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, હરિપ્રસાદ એકદમ ઠીક હતા. ડોક્ટરે જાતે જ તેની પુષ્ટિ કરી હતી. તેઓ કહી રહ્યા હતા કે, મંગળવારે (3 માર્ચ) એક્સરે બાદ જોવામાં આવશે કે કોઇ ઈન્જરી નથી. મંગળવારે બપોરે દરદીએ હળવું ભોજન લીધું. ત્યારબાદ તેનું પેટ ફૂલવા લાગ્યું. તેની માહિતી નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરને આપવામાં આવી, પરંતુ કોઇ આવ્યું નહીં.

ઓક્સિજન લગાવી સ્ટાર્ટ કરવાનું ભૂલી ગઈ નર્સઃ પરિવારજનો કલાક સુધી હોસ્પિટલના સ્ટાફની આગળ-પાછળ ફરતા રહ્યાં, પરંતુ કોઇ ડોક્ટર આવ્યા નહીં. એક નર્સ આવી તો ઓક્સિજન લગાવીને જતી રહી, પરંતુ ચાલુ કરવાનું ભૂલી ગઈ. ડોક્ટર પહોંચ્યા ત્યાં સુધીમાં દરદીનું મૃત્યુ થઈ ગયું હતું.

મૃત મરીજને ડ્રિપ લગાવીને જતા રહ્યા ડોક્ટરઃ ત્યારબાદ બીજા ડોક્ટર દર્દીને તપાસવા આવ્યા. તેઓ પણ દર્દીને મૃત ઘોષિત કરવાની જગ્યાએ ડ્રિપ સાથે જ છોડીને જતા રહ્યા. પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે એસઆઈસી શ્રીકૃષ્ણ સિંહ ઘટનાસ્થળે પહોંચે અને ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો. તે સમયે પણ શબ બેડ પર જ પડ્યું હતું. પરિવારજનોએ તેને સ્વિકારવાની ના પાડી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.