શરદપૂર્ણિમાની રઢીયાળી રાત્રીના ચંદ્રના કિરણોનું ફકત ધાર્મિક દ્રષ્ટિએ જ નહિ બલકે આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વ છે.તેથી જ શરદપુનમે ચંદ્રને ધરીને દૂધપૌઆ આરોગવાનુ મહત્વ છે. એટલુ જ નહિ દૂધપૌઆ સાથે ચોકકસ ઔષધીઓનું સેવન દમ, શ્વાસ,શરદી, ખાંસી, એલર્જી, હૃદયરોગ અને ક્ષયના દર્દીઓ માટે ફાયદાકારક મનાઈ રહ્યુ છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં શરદ-પૂર્ણિમાના મહિમાવંતા મહાપર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. શરદપુનમની રઢીયાળી રાત્રે દૂધપૌઆ આરોગવાનુ આરોગ્યની દ્રષ્ટિએ સર્વોત્તમ હોય આ અવસરે લાખો લોકો ઉંધીયુ,પુરી, દહીંવડા અને ગુલાબજાંબુની સાથોસાથ દૂધપૌઆની પણ જયાફત ઉડાવશે. ગોહિલવાડમાં આ પર્વે હજજારો લોકો ગગનમાંથી વરસતી અમૃતધારાનો લ્હાવો લેવા માટે શહેરની નજીકના પર્યટન સ્થળોએ પરિવારજનો સાથે ઉમટી પડશે. આ મહાપર્વે આકાશમાંના પુનમના ચંદ્રમાં અમૃતના કિરણો વરસાવતા હોય છે. તે અમીરસનો લ્હાવો લેવાનો યુવાનોમાં ખાસ કરીને નવવિવાહિતોમાં સારો એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સાથે એક એવી માન્યતા પણ પ્રવર્તિ રહી છે કે, આ પૂનમની રાત્રીના ચંદ્રના કિરણના સ્નાનથી શરીરની અનેક વ્યાધિઓ પણ શમી જાય છે. તેથી જ વૈદ્યો દ્વારા જે તે દર્દની આયુર્વેદીક દવાઓ પકવવા માટે તે રાતભર ખુલ્લી ચાંદનીમાં પણ મુકી રાખે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.