Us એરપોર્ટ્સ પર 5G ટેક્નોલોજી લોન્ચ પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ હોવાથી અનેક ઉડાન રદ્દ કરવામા આવી…

આજે એટલે કે બુધવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અમેરિકા નહીં જાય અને આવું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે અમેરિકામાં 5G મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે અને એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું છે કે એની દિલ્હી-ન્યૂયોર્ક, દિલ્હી-સેન ફ્રાન્સિસ્કો, દિલ્હી-શિકાગો, મુંબઈ-ન્યૂ જર્સીની ફ્લાઈટ્સ બુધવારે ઓપરેટ થશે નહીં અને આ સિવાય એરલાઈને દિલ્હીથી વોશિંગ્ટનની ફ્લાઈટ રિશિડ્યૂલ કરવાનું પણ કહ્યું છે.

એર ઈન્ડિયાએ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે 5G નેટવર્ક વિમાનોની કોમ્યુનિકેશન સિસ્ટમમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. અને અન્ય ઘણી એરલાઈન્સનું પણ કહેવું છે કે એરપોર્ટની આસપાસ 5G ટેક્નોલોજીને કારણે ખતરનાક સમસ્યાઓ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને 5G ટેક્નોલોજીને રનવેથી બે માઈલના અંતરે રાખવી જોઈએ.

કેટલીક એરલાઈન્સના CEOએ અમેરિકન ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યું હતું કે જો જરૂરી અપગ્રેડ કે એવિએશન ઈક્વિપમેન્ટમાં ફેરફાર કર્યા વિના 5G લાગુ કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે અને 5G ટેક્નોલોજીના કારણે પ્લેનની ઊંચાઈ માપવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.

ભારતમાં પણ 5G ટેક્નોલોજીને લઈને વિરોધનો અવાજ સંભળાયો છે. ગયા વર્ષે બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે 5G ટેક્નોલોજીના અમલ પહેલાં મનુષ્યો અને પ્રાણીઓ પર એની અસરની તપાસ કરવામાં આવે. અને બાદમાં કોર્ટે જુહી ચાવલાની અરજી ફગાવી દીધી હતી અને તેના પર 20 લાખનો દંડ ફટકાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.