અનેક લોકો ઊંઘ ન આવવાની કરતા હોય છે ફરિયાદ,જાણો આ ટ્રીક, આવી જશે તુરંત જ ઊંઘ

અનેક લોકોને તમે રાત્રે ઊંઘ (Sleep) ન આવવાની ફરિયાદ કરતા સાંભળ્યા હશે. નિષ્ણાતોના મત પ્રમાણે દરેક તંદુરસ્ત વ્યક્તિએ 24 કલાકમાં આઠ કલાક જેટલી ઊંઘ લેવી જ જોઈએ.

દરમિયાન ટિકટોક (Tiktok) પર એક ડૉક્ટર (Doctor)ની ટ્રીક ખૂબ વાયરલ થઈ રહી છે. ડૉક્ટરનું કહેવું છે કે આ ટ્રીકની મદદથી તેણીને કુદરતી રીતે જ સારી ઊંઘ આવી જાય છે.

તેણીનું કહેવું છે કે રાત્રે સારી ઊંઘ માટે પગમાં મોજા પહેરી રાખવા જોઈએ. ડૉક્ટરનું કહેવું છે કે તેણી રાત્રે સારી ઊંઘ માટે તેના પગલમાં મોજા પહેરી રાખે છે. આનાથી તેણીને ખૂબ ફાયદો થયો છે.

રાત્રે પગલમાં મોજા પહેરી રાખવાના ફાયદા વિશે વાત કરતા ડૉક્ટરો એન્ડ્રાડેએ જણાવ્યું હતું કે, “રાત્રે પગલમાં મોજા પહેરી રાખવાથી તમારા પગ ગરમ રહે છે, આ જ કારણે તમારા શરીરની નશો ખુલે છે.

અહીં ડૉક્ટરે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, ખરેખર તેણીએ આ ટ્રીકની શોધ નથી કરી. પરંતુ 2006ના વર્ષમાં એક જર્નલમાં આ વાત પ્રસિદ્ધ થઈ હતી.

બીજા એક યૂઝર્સે એવું પણ જણાવ્યું હતું કે, મોજા પહેરીને મને ઊંઘ જ નથી આવતી, મારા શરીરને આવું માફક જ નથી આવતું. જ્યારે એક યૂઝર્સે એવું પણ કહ્યું હતું કે, મોજા પહેર્યાં વગર મને ઊંઘ જ નથી આવતી. શું તમે ડૉક્ટરની આ ટ્રીક અજમાવી?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.