મારા રહેતા બંગાળને ગુજરાત નહી બનવા દઉં, કટ, કમિશન અને ક્રાઈમના આરોપ પર મમતાનો વળતો પ્રહાર

પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ રાજ્યમાં રાજકિય ગરમાવો અત્યારથી જામ્યો છે. 19-20 ડિસેમ્બરે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે બંગાળની મુલાકાત દરમિયાન તેમણે તથ્યોનો હવાલો આપીને જણાવ્યું કે કેવી રીતે દીદીના રાજમાં કટ અને ક્રાઈમની બોલબાલા છે. એ વાત અલગ છે કે મમતા બેનર્જીએ કહ્યું કે, સારુ હોત ગૃહમંત્રી અમિત શાહે તથ્યોનો ઉલ્લેખ કર્યો હોત. પશ્ચિમ બંગાળની જનતા ભાજપના સત્યને સમજે છે અને યોગ્ય સમયે જવાબ મળશે.

મમતા બેનર્જીએ બુધવારે ફરી એકવાર કહ્યું કે, ઓછામાં ઓછું તેમના રહેતા બંગાળ, ગુજરાત નહી બને. એટલું જ નહી તે બંગાળને ક્યારેય ગુજરાત નહી બનવા દે. જે રીતે ગુજરાત મોડલની હવા ઊભી કરીને સમગ્ર દેશને ભરમાવવામાં આવ્યો હવે એ ચાલ તેમના રાજ્યમાં સફળ થશે નહી.

મમતા બેનર્જીએ મંગળવારે આંકડા જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે કોઈ પણ રીતે પશ્ચિમ બંગાળનો GDP ગ્રોથ દેશની GDPથી સારો છે. આ સાથે તે પણ જણાવ્યું કે તેમના રાજ્યમાં બળાત્કારના કેસોમાં ઘટાડો નોંધાયો છે. ભાજપ હવે સત્તા  મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. ભાજપના નેતા હવે તથ્ય વિહિન આરોપો લગાવવામાં અભ્યસ્ત થઈ ચુક્યાં છે. પરંતુ સત્ય બંગાળની જનતા જાણે છે અને સમય આવ્યે દેશને ખબર પડી જશે કે ભાજપ નેતાઓના આરોપો દમ વિનાના નિકળ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.