મારા વ્હાલા દેશવાસીઓ, આવતીકાલે સવારે 9 વાગે હું તમારી સાથે એક વીડિયો શૅર કરીશ: PM મોદી

કોરોનાની મહામારી વચ્ચે આવતીકાલે સવારે નવ વાગે મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. જેઓ વીડિયો સંદેશ દ્વારા દેશને એક નવો મેસેજ આપશે. હાલમાં દેશ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થવાની તૈયારી છે. આજે નવા 328 કેસો બહાર આવ્યા છે.

ગુરુવારે વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે સવારે 9 વાગે તે દેશને એક નાના વીડિયો સંદેશના માધ્યમથી સંબધિત કરશે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં પીએમ મોદીના સંબોધનને લઇ અટકળો શરુ થઇ ગઈ છે. લોકડાઉનની જાહેરાત બાદ ઘણી બધી જગ્યાએ હજુ પણ

લોકડાઉનનું પાલન થઇ રહ્યું નથી ત્યારે આ સંદેશમાં તે ફરીથી લોકોને કોરોનાથી બચવા માટે અપીલ કરી શકે છે.

છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસ સામે
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાવાયરસના લીધે છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. 151 દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે તબ્લિક જમાત સાથે જોડાયેલા 400 લોકો સંક્રમિત છે જ્યારે 9000 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

આ સમયે મોદીનો એક વીડિયો સંદેશ થકી દેશને સંબોધિત કરવાના મેસેજે ફરી ચર્ચા જગાવી છે. તબલિગિ સમાજે દેશભરમાં કોરોના ફેલાવતાં કોરોનાને રોકવો સરકારને ભારે પડી રહ્યો છે. દેશમાં ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો તો લોકોએ ઘરમાં રહેવા સિવાય છૂટકો નથી.

કોરોના સામે જંગ લડી રહેલી રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર પાસે પોતાના લેણા પૈસાની માંગ કરી છે. હકિકતમાં પીએમ મોદી બધા રાજ્યના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યઓ કેન્દ્ર પાસેથી મેડિકલ કિટ, લેણા પૈસાની સાથે આર્થિક મદદની માગ કરી છે. રાજ્યો કે કેન્દ્રને પૂછ્યું ક્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.