માર્ચથી એપ્રિલમાં 80 હજાર બાળકો કોરોના સંક્રમિત થયા,મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને દિલ્હીમાં પ્રમાણ વધુ

બીજી લહેરમાં એટલા નાના બાળકોને સંક્રમણ થયું છે અને તેનાથી મૃત્યુ પામનારમાં આ બાળકી છે. કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવી રહેલા નવજાત શિશુથી લઈને 15 વર્ષ સુધીના બાળકો માટે કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. સૌથી સંક્રમિત રાજ્યોમાં માર્ચથી એપ્રિલની વચ્ચે 80 હજાર બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

પહેલી લહેરે દેશની સરખામણીએ મહારાષ્ટ્રમાં વધારો બાળકો સંક્રમિત થયા હતા. બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇફ્લેમેટ્રી સિન્ડ્રોમના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ વખતે સ્થિતિ બગડી રહી છે.

નોંધાયા છે. આ વખતે સ્થિતિ બગડી રહી છે.

છત્તીસગઢ
મહારાષ્ટ્ર બાદ અહીં સૌથી વધુ એટલે કે 5940 બાળકો કોરોના સંક્રમિતથવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટક
અહીં 5 વર્ષથી નાની ઉંમરના 871 બાળકો સહિત કુલ સંક્રમિત બાળકોનો આંક 7327 સુધી પહોંચી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

દિલ્હીમાં એપ્રિલ 4 સુધી કુલ 2733 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા.

બ્રાઝિલમાં કોરોના સંક્રમણના પીડિત થતા બાળકોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. ગયા વર્ષે બ્રાઝિલમાં 1 વર્ષથી  નાની ઉંમરના જેટલા બાળકોના મોત થયા તે અમેરિકાના કરતા 22 ગણા વધારે છે. અત્યાર સુધી 1 વર્ષથી નાના 1600 બાળકોના અહીં મોત નીપજ્યા છે. સાથે જ 15 વર્ષના બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બાળકોમાં ઓક્સીજનની ખામીની ફરિયાદ વધારે જોવા મળે છે અને તેના કારણે તેમને અનેક હોસ્પિટલમાં ભટકવું પડે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.