પારલે જી કંપની બિસ્કિટની એક નવી ફ્લેવર માર્કેટમાં લઈને આવી રહી છે. ડાર્ક પારલેજીની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને લોકોને નવાઈ લાગી રહી છે અને આ બિસ્કિટના મીમ્સ પણ બનાવી રહ્યા છે.પારલેજીનો સ્વાદ ભારતીયોએ તેમના જીવનમાં એક વાર તો ચાખ્યો જ હશે, પણ આ વખતે પારલેજીએ નવા વેરિએન્ટના રેપરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. આ વાત પર યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એ જાણવું ખૂબ જ જરુરી છે કે, પારલેજી લગભગ 85 વર્ષ જુનૂ બિસ્કીટ છે, જેને લોકો સવાર અને સાંજે નાશ્તામાં ખાવાનું પસંદ કરતા હોય છે અને અત્યાર સુધીમાં સૌથી વધારે વેચાતી બ્રાન્ડ તરીકે તેનું નામ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.