મારી સરકાર પાડવી હોય તો પાડો, પછી જોઉ છુ: ઉદ્ધવનો આક્રોશ

‘મહારાષ્ટ્ર સરકારમાં તો ત્રણ પાર્ટીની જ સરકાર છે પરંતુ એનડીએની બેઠકમાં 30-35 પૈડા હતા, મતલબ કે રેલગાડી હતી’

 

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એક ઈન્ટરવ્યુ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ જેણે પણ મારી સરકાર પાડવી છે તે પાડે, હું પછી જોઉં છું તેવી ધમકી આપી હતી. તેમણે કોની રાહ જુઓ છો તેવા સવાલની સાથે જ હાલ જ સરકાર પાડવા આહ્વાન કર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ત્રણ પૈડાવાળી છે પરંતુ તે ગરીબોનું વાહન છે. જો કે સ્ટીયરિંગ મારા (ઉદ્ધવ ઠાકરે)ના હાથમાં છે. બુલેટ ટ્રેન કે રીક્શામાંથી પસંદગી કરવી પડશે તો હું રીક્શા જ પસંદ કરીશ.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, હું ગરીબો સાથે જ ઉભો રહીશ. મારી આ ભૂમિકા હું બદલતો નથી. કોઈ એવો વિચાર ન કરે કે હવે હું મુખ્યમંત્રી બની ગયો એટલે બુલેટ ટ્રેન પાછળ ઉભો રહીશ. શિવસેનાના મુખપત્ર સામના સાથેની વાતચીત દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રનું અર્થતંત્ર ડગમગી ઉઠ્યું છે પરંતુ રસ્તો કાઢીશું.

ઓપરેશન લોટસ મહારાષ્ટ્રમાં સફળ થશે કે નહીં આ સવાલના જવાબમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કરીને જુઓ તેવો પડકાર ફેંક્યો હતો. ઠાકરેએ જણાવ્યું કે, ‘હું ભવિષ્યવાણી કઈ રીતે કરૂં? તમે કરીને જુઓ. તોડ-જોડ કરીને જુઓ. એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે એવો કોઈ પણ વિપક્ષી નેતા બતાવો જે બીજી પાર્ટીમાં જઈને સર્વોચ્ય પદે પહોંચ્યો હોય, મુખ્યમંત્રી બન્યો હોય.’

મુખ્યમંત્રી ઉદ્ધવે તમારી પાર્ટીમાં એવું શું નથી મળતું કે તમે બીજી પાર્ટીમાં જાઓ છો તેવો સવાલ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અનેક જગ્યાએ આવા ઉદાહરણો છે. આવી રીતે તોડફોડ થાય છે તેના પાછળ ‘વાપરો અને ફેંકી દો’ એ નીતિ જ બધાએ અપનાવી છે.

આ સાથે જ ત્રણ પૈડાવાળી સરકારના આરોપ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર ત્રણ પૈડાવાળી છે પરંતુ તે ગરીબોનું વાહન છે. હું એટલું જ કહીશ કે મુખ્યમંત્રી હોવાના નાતે હું સર્વાંગી વિકાસ કરીશ. જ્યાં સુધી તે સર્વમતથી ન હોય ત્યાં સુધી લોકો મારા સાથે છે એટલે હું બુલેટ ટ્રેન લઈ આવું એવું નથી. માટે જ ત્રણ પૈડા તો ત્રણ પૈડા. તે એક દિશામાં ચાલે છે ને? તો પછી તમને શું પેટમાં દુખે છે?

મુખ્યમંત્રી ઉદ્ધવે સવાલ પુછ્યો હતો કે કેન્દ્રમાં કેટલા પૈડા છે? અમારી તો આ ત્રણ પાર્ટીઓની સરકાર છે. કેન્દ્રમાં કેટલા દળની સરકાર છે તે બતાવો? ગઈ વખતે જ્યારે હું એનડીએની બેઠકમાં ગયેલો ત્યારે તો 30-35 પૈડા હતા, મતલબ કે રેલગાડી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.