દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં યોજાયેલા મરકઝમાં તબલિગી જમાતના કેટલાક વ્યક્તિઓ કોરોનો પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ હતુ.
મરકઝમાં ભાગ લઈને દેશના અલગ-અલગ રાજ્યોમાં પહોંચેલા બીજા લોકોને શોધવા માટે દરેક રાજ્ય સરકારે અભિયાન શરુ કર્યુ છે.ત્યારે હિમાચલ પ્રદેશના પોલીસ વડા સીતારામ મરડીએ અલ્ટીમેટ આપતા કહ્યુ છે કે, તબલીગી જમાતમાં સામેલ થયેલા, બીમાર હોય કે વિદેશથી પાછા આવ્યા હોવાની જાણકારી છુપાવનારા લોકો આજે સાંજ સુધીમાં સામે ચાલીને પોલીસને કે સ્વાસ્થ્ય વિભાગને કે જિલ્લા તંત્રને પોતાની જાણકારી આપી દે. જો તેઓ આ વાત છુપાવશે અને બાદમાં આ જાણકારી સામે આવશે તો તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં પણ મરકઝમાંથી પાછા આવેલા લોકો કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.આ રાજ્યમાં આવા 6 લોકો કોરોના પોઝિટિવ જાહેર થઈ ચુક્યા છે.જોકે આમાંથી કોઈએ સામે ચાલીને પોલીસને સંપર્ક કર્યો નહોતો.બલકે પોલીસે તેમને શોધી કાઢ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.