માર્કેટ પર કબજા માટે relience ની યોજના : માત્ર 4000મા સ્માર્ટફોન

ભારતીય ટેલિકોમ બજારમાં ચીનની મોબાઈલ કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે વાયરલેસ સર્વિસીસની જેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન મુકેશ અંબાણી હવે રૂ. 4,000 જેટલા નીચી કિંમતે સ્માર્ટફોન બજારમાં રજૂ કરીને ટેલિકોમ માર્કેટ પર કબજો જમાવવાની યોજના બનાવી રહ્યા છે.

રિલાયન્સ જિયોનું એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર કામ કરે તેવા 10 કરોડથી વધુ સસ્તા સ્માર્ટફોનના ઉત્પાદનનું લક્ષ્ય છે. રિલાયન્સની આ યોજનાથી ચીની કંપની શાઓમી કોર્પ જેવી કંપનીઓને મોટો ફટકો પડી શકે છે. રિલાયન્સની સાથે એરટેલે પણ દેશી મોબાઈલ કંપનીઓ સાથે ભાગીદારી કરી બજારમાં સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી છે. .

રિલાયન્સ જિયોએ ગૂગલના એન્ડ્રોઈડ પર ચાલી શકે તેવા તેના જિયો ફોનના વર્ઝન બનાવવા માટે સૃથાનિક સ્માર્ટફોન ઉત્પાદકોનો સંપર્ક કર્યો છે. કંપનીએ સૃથાનિક ઉત્પાદકોને તેમની ક્ષમતા વધરાવા જણાવ્યું છે.

સૃથાનિક સ્તરે ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની યોજનાને આગળ ધપાવતાં મુકેશ અંબાણી ડિક્સન ટેક્નોલોજીસ ઈન્ડિયા, લાવા ઈન્ટરનેશનલ અને કાર્બન મોબાઈલ્સ જેવા સૃથાનિક એસેમ્બલર્સ સાથે ભાગીદારી કરીને દેશમાં જ ઉત્પાદિત સસ્તા 4જી ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટફોન રજૂ કરી શકે છે તેમ નામ જાહેર નહીં કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું.

ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક એસોસિએશનના ચેરમેન પંકજ મોહિન્દ્રોએ જણાવ્યુું હતું કે, વિશ્વને ભારતમાં બિઝનેસમાં રોકાણના મહત્વનો ખ્યાલ આવી ગયો છે અને ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ વધી રહ્યું છે. આગામી બે વર્ષમાં 15થી 20 કરોડ સ્માર્ટફોનના ઉત્પાદનના રિલાયન્સના લક્ષ્યથી સૃથાનિક ફેક્ટરીઓને ખૂબ જ પ્રોત્સાહન મળશે.

દેશમાં માર્ચના અંત સુધીમાં અંદાજે 16.5 કરોડ સ્માર્ટફોનનું ઉત્પાદન થાય છે અને તેટલા જ બેઝિક ફિચર ફોન પણ બને છે. પાંચમા ભાગના સ્માર્ટફોનનો ઉત્પાદન ખર્ચ રૂ. 7,000થી ઓછો હોય છે. રિલાયન્સની પ્રતિસ્પર્ધી એરટેલે પણ તેની પોતાની 4જી ડિવાઈસ વિકસાવવા સૃથાનિક એસેમ્બલર્સ સાથે વાટાઘાટો હાથ ધરી છે.

રિલાયન્સ તેના નવા સ્માર્ટફોનને લોકપ્રિય બનાવવામાં સફળ થશે તો જિયોના પ્લેટફોર્મના પ્રસારની સંભાવનાઓ વધી જશે. મુકેશ અંબાણીનું સામ્રાજ્ય ઈ-કોમર્સ, સોશિયલ મીડિયા અને ગેમ્સમાં ફેલાઈ શકશે. જિયોના 40 કરોડથી વધુ વપરાશકારો બીજી પેઢીની ડિવાઈસનો ઉપયોગ કરે છે અને વોઈસ તથા ડેટા માટે માસિક બે ડોલર ચૂકવે છે.

આ વપરાશકારો રિલાયન્સની નવી ડિવાઈસ માટે સૌથી મોટી સંભાવના છે. રિલાયન્સ જો તેમને આકર્ષી શકે તો શાઓમી જેવી ચીની ફોન ઉત્પાદક કંપનીઓનો બજાર હિસ્સો ધોવાઈ જઈ શકે છે. જિયો પાસે અડધા અબજથી વધુ ભારતીયોને ટાર્ગેટ કરવાની તક છે તેમ ટેલિકોમ ઉદ્યોગના એક નિષ્ણાતે જણાવ્યું હતું.

દરમિયાન રિલાયન્સની પ્રતિસ્પર્ધી એરટેલે પણ સૃથાનિક ઉત્પાદકો સાથે લોક્ડ અને અનલોક્ડ બંને પ્રકારના સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી છે. ભારતમાં લોક્ડ ડિવાઈસનું ચલણ ઓછું છે. આ ડિવાઈસીસ ટેરિફ પ્લાન આૃથવા માસિક પેમેન્ટ વિકલ્પ સાથે આવે છે. પશ્ચિમના દેશોમાં આવા ફોનનું ચલણ વધુ છે.

દરમિયાન ભારતમાં માર્ચ 2020 સુધીમાં ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યા વધીને 74.3 કરોડ થઈ ગઈ છે, જે ત્રિમાસિક ધોરણે 3.4 ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે તેમ ટ્રાઈના ડેટા જણાવે છે. આ ડેટા મુજબ ભારતમાં રિલાયન્સ જિયો એકંદરે 52.3 ટકા બજાર હિસ્સો ધરાવે છે જ્યારે 23.6 ટકા સાથે એરટેલ બીજા ક્રમે છે. ઈન્ટરનેટ વપરાશકારોમાં વોડાફોન-આઈડિયા 18.7 ટકા બજાર હિસ્સા સાથે ત્રીજા ક્રમે છે તેમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈએ જણાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.