મેરેજઃ 23 વર્ષ બાદ મે અને જૂનમાં નહીં કરી શકાય લગ્ન, આ ગ્રહોને કારણે બન્યો અશુભ સંયોગ

સૂર્યના શુક્રની રાશિમાં જવાને કારણે એપ્રિલ મહિના બાદ મે અને જૂનમાં લગ્નના શુભ મુહૂર્ત નથી. આ કારણે લગ્ન જેવા માંગલિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાગી ગયો છે. માંગલિક કાર્યક્રમો માટે હવે જુલાઈ સુધી રાહ જોવી પડશે.

આ વર્ષે મે અને જૂનમાં ઢોલ વાગશે નહીં. જ્યોતિષાચાર્યો પ્રમાણે આશરે 23 વર્ષ બાદ આ પ્રકારનો સંયોગ બની રહ્યો છે કે મે અને જૂનમાં લગ્ન થશે નહીં. કારણ કે હવે શુક્ર અસ્ત થઈ ગયો છે. શુક્ર કે ગુરૂ ગ્રહના અસ્ત થવા પર હિન્દુ ધર્મમાં કોઈ પ્રકારના માંગલિક કાર્યો કરવાનું શુભ માનવામાં આવતું નથી. જુલાઈમાં લગ્ન માટે ઘણા સારા મુહૂર્ત છે.

જ્યોતિષીચાર્યો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂ અને શુક્ર અસ્ત થઈ રહ્યાં છે. તેથી મે અને જૂન મહિનામાં લગ્ન કાર્ય થશે નહીં. જ્યોતિષાચાર્ય પ્રમાણે 18થી 26 એપ્રિલે શુભ મુહૂર્ત સમાપ્ત થઈ ગયા છે. દર વર્ષે મે અને જૂનમાં ઘણા લગ્નના મુહૂર્ત હોય છે, પરંતુ આ વખતે બે મહિના માટે કોઈ મુહૂર્ત નથી. ગુરૂ ગ્રહ સાત મેથી 6 જૂન 2024 સુધી 30 દિવસ માટે અસ્ત રહેશે, જ્યારે શુક્ર ગ્રહ 27 એપ્રિલથી 28 જૂન કુલ 63 દિવસ સુધી અસ્ત રહેશે.

જુલાઈમાં લગ્ન મુહૂર્ત

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બે મહિના બાદ હવે જુલાઈમાં શુભ મુહૂર્ત આવશે, જે હરિશયની એકાદશી 17 જુલાઈ સુધી છે. ત્યારબાદ ચાતુર્માસ શરૂ થઈ જશે. ત્યારબાદ ફરી ચાર મહિના સુધી માંગલિક કાર્ય થઈ શકશે નહીં. પછી 12 નવેમ્બરે હરિ એકાદશી બાદ નવેમ્બર મહિનામાં લગ્નના મુહૂર્ત હશે. તેથી જુલાઈ બાદ હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.