Married Life Tips: પતિના અફેર કરતાં પણ વધારે ગુસ્સો પત્નીને આવે છે પતિની આ 3 વાતો પર, ભુલથી પણ ન કરતા આ ભુલો

Indoor image of a sad, depressed married young Indian woman holding her head out of headache while thinking about family and relationship problems and her husband consoling her with a hand on her shoulder from behind at home. She is in traditional clothes Salwar Kameez and dupatta.

Married Life Tips:મોટાભાગે પુરુષો એવું માને છે કે જો તેઓ પત્નીને લઈને વફાદાર છે અને અન્ય મહિલા સાથે તેનું અફેર નથી તો પત્ની પાસે નારાજ થવાનું કોઈ કારણ પણ નથી. પરંતુ એવું વિચારવું નહીં. એક્સ્ટ્રા મેરિટલ અફેર સિવાય પણ કેટલીક બાબતો છે જેનાથી પત્ની ગુસ્સે થઈ શકે છે. આજે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવીએ.

Married Life Tips:લગ્ન પછી મહિલા અને પુરુષ બંનેએ એકબીજાને લઈને કેટલીક બાબતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ તો પતિ કે પત્નીને એકબીજાની કઈ વાત પસંદ નથી અને કઈ વાત પર ગુસ્સો આવે છે તેની ખબર હોવી જોઈએ. પતિ અને પત્નીના સંબંધ ખૂબ જ નાજુક હોય છે. જો થોડી પણ ભૂલ રાખવામાં આવે તો સમસ્યા સર્જાઈ શકે છે.

મોટાભાગે પુરુષો એવું માને છે કે જો તેઓ પત્નીને લઈને વફાદાર છે અને અન્ય મહિલા સાથે તેનું અફેર નથી તો પત્ની પાસે નારાજ થવાનું કોઈ કારણ પણ નથી. પરંતુ એવું વિચારવું નહીં. એક્સ્ટ્રા મેરિટલ અફેર સિવાય પણ કેટલીક બાબતો છે જેનાથી પત્ની ગુસ્સે થઈ શકે છે. આજે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવીએ.

પતિએ જો પોતાની પત્નીને નારાજ ન કરવી હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

ટાઈમ ન આપવો

લગ્ન પછી પુરુષ પત્નીને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે અને ફક્ત પોતાના કામ પર ફોકસ કરે છે. તે પત્ની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું ભૂલી જાય છે. જો તમે પણ આવું કરો છો તો તમારા જીવનમાં લડાઈ ઝઘડા શરૂ થઈ શકે છે. દરેક પુરુષે પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઇફ પણ બેલેન્સ કરવી જોઈએ.

પત્નીને ઇગ્નોર કરવી

ઘણી વખત જોવા મળે છે કે પતિ પોતાની પત્નીની વાતોને ધ્યાનમાં નથી લેતા અને તેને ઇગ્નોર કરતા હોય છે. આ ભૂલ પત્ની ક્યારેય સહન કરતી નથી. જો તમે પણ આવી ભૂલ કરો છો તો તમારા સંબંધને તૂટતા વાર નહીં લાગે. દરેક પત્ની પોતાના પતિ પાસેથી અટેન્શનની અપેક્ષા રાખે છે. જો પતિ તેના પર ધ્યાન આપે તો પત્ની પણ ખુશ રહે છે.

ગુસ્સો પત્ની પર ઉતારવો

લગ્ન પછી પુરુષની જવાબદારી અનેક ઘણી વધી જાય છે. તેના કારણે ચિંતા વધે તે પણ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં ઘણા પુરુષો સૌથી મોટી ભૂલ કરે છે. પુરુષો દરેક ભૂલ માટે પત્નીને જવાબદાર ગણે છે. કોઈપણ સમસ્યા થાય તો પણ તે દોષનો ટોપલો પત્ની પર ઢોળી દે છે. કોઈ બાત હોય તો તેનો ગુસ્સો પણ પત્ની પર નીકળે છે. આ વાત પત્નીને સૌથી વધુ ખટકે છે. જો લગ્નજીવનને ખુશહાલ રાખવું હોય અને ટકાવી રાખવું હોય તો દોષ ક્યારે પત્ની પર ઢોળવો નહીં અને તેના પર ગુસ્સો પણ ઉતારવો નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.