Mars Transit 2020 : મંગળનો મેષ રાશિમાં પ્રવેશ, 2 મહિના સુધી આ રાશિઓને લાભ જ લાભ થશે

આજે બપોરે 11:42એ મીન રાશિમાંથી નિકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 21 ફેબ્રુઆરી સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષીઓ અનુસાર, આ ગોચર જલદી પરિણામ આપનાર સાબિત થશે અને દેશ અને વિશ્વના વિભિન્ન ક્ષેત્રોમાં ગતિ આવશે. તમામ રાશિઓ પર મંગળના પ્રવેશની અલગ-અલગ અસર જોવા મળશે. જાણો, મંગળ ગ્રહનો આ પ્રવેશ કઇ રાશિઓ માટે શુભ-અશુભ પરિણામ આપશે.

મેષ રાશિ :- મંગળ તમારી જ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. મંગળના આ પ્રવેશના પરિણામ સ્વરૂપ તમારા વ્યવહારમાં ઝડપથી બદલાવ આવશે. તમારામાં કોઇ પણ કાર્યને સમાપ્ત કરવાની ઉતાવળ જોવા મળશે. આ ઉતાવળ ક્યારેક તમને મુસીબતમાં નાંખી શકે છે અને કેટલીક એવી પરિસ્થિતિઓ પણ આવી શકે છે. ધીરજ રાખવી જરૂરી રહેશે. દાંપત્ય જીવનમાં કેટલીક સમસ્યાઓ જન્મ લઇ શકે છે. ગોચરના પ્રભાવથી પારિવારિક જીવનમાં તણાવ જોવા મળશે. જો કે, સંપત્તિથી સંકળાયેલા લાભ થઇ શકે છે. તમારે વાહન સાવચેતીથી ચલાવવું જોઇએ. કોઇ પણ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઇએ. તેનાથી તમને હાનિ પહોંચી શકે છે.

વૃષભ રાશિ :- તમારા ખર્ચામાં વધારો થઇ શકે છે. આ ખર્ચા કેટલાક બિનજરૂરી કાર્યો પર પણ હોઇ શકે છે જેના કારણે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તમે માનસિક રીતે તણાવનો અનુભવ કરશો. દૂરસ્થ મુસાફરીમાં તમારે વધુ ખર્ચો થઇ શકે છે. આ ગોચર તમારા નાના ભાઇ-બહેન માટે વધારે યોગ્ય કહી શકાશે નહીં. એવામાં તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. આ સમયગાળામાં તમે પોતાના ઉધાર અને ઋણ પ્રત્યે વધારે ગંભીર રહેશો અને તેને શક્ય તેટલું જલ્દી ચુકવવાનો પ્રયાસ કરશો. આ કારણથી પોતાના થોડુક ઋણ ચુકવવામાં પણ તમે ખર્ચ કરશો.

મિથુન રાશિ :- મંગળ ગ્રહનો ગોચર તમારી રાશિથી અગિયાસ ભાવમાં હશે. આ ગોચરના પરિણામ સ્વરૂપ તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે. એક નહીં પરંતુ કેટલાય માધ્યમોથી તમારી પાસે ધન આવશે. તેનાથી તમે આર્થિક રીતે મજબૂત હોવાનો અનુભવ કરશો. તમારી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થવાને કારણે તમે ખૂબ જ પ્રસન્ન થશો અને જે કામ ઘણા સમયથી અટકી પડ્યા છે તે પણ હવે પૂરા થવા લાગશે. મંગળ ગ્રહનો આ ગોચર તમને ધન કમાવવામાં અને સાચવવામાં એમ બંનેમાં મદદ કરશે. અભ્યાસના કિસ્સામાં આ ગોચર બાળકોને સારું પરિણામ આપશે અને તમારી એકાગ્રતાને વધારવામાં મદદ કરશે.

કર્ક રાશિ :- મંગળ તમારા દશમ ભાવમાં જ સ્થાપિત થશે. દશમ ભાવમાં મંગળનો પ્રવેશ ખૂબ જ ઉત્તમ કહેવામાં આવે છે અને પોતાની રાશિમાં આ ગોચર ખૂબ જ ફળદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતાઓ પ્રાપ્ત થશે. માન-સન્માન પણ વધશે. કાર્યભારમાં વૃદ્ધિ થશે. તમારા અધિકાર અને તમારી શક્તિઓ વધશે. પ્રમોશન અને પ્રગતિ મળવાની પણ પૂરતી શક્યતાઓ રહેશે. વધુ આત્મવિશ્વાસથી બચવું પડશે. શિક્ષણ માટે આ ગોચર સામાન્ય રહેશે. તમારે તમારા અભ્યાસમાં પૂરતુ ધ્યાન આપવું જોઇએ.

સિંહ રાશિ :- સિંહ રાશિના જાતકો માટે મંગળ નવમ ભાવમાં આવી રહ્યો છે. આ ગોચર બાદ તમારે થોડુ સાચવીને રહેવું પડશે. તમારા પિતાનું સ્વાસ્થ્ય નબળુ બની શકે છે અને તે કોઇ સ્વાસ્થ્ય સમસ્યાના શિકાર બની શકે છે. તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અત્યંત જરૂરી રહેશે. આ ગોચરના પરિણામ સ્વરૂપ તમે ધર્મ પ્રત્યે કટ્ટરવાદી વલણ અપનાવી શકો છો. વિદેશમાં બેઠા તમારા સંપર્કો સાથે વાતચીત કરવાનો શુભ અવસર મળી શકે છે. ભાઇ-બહેનો માટે સામાન્ય રહેશે. તેમનું સ્વાસ્થ્ય સામાન્ય ખરાબ થઇ શકે છે પરંતુ તેઓ બિઝનેસમાં સારી કમાણી કરી શકશે.

કન્યા રાશિ :- અષ્ટમ ભાવમાં આવનાર મંગળ અનિશ્ચિતતા અને અચાનકથી થતાં સારા-ખરાબ પરિવર્તનો વિશે જણાવે છે. મંગળ ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ તમારા સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી નાજુક સાબિત થશે. જો કે, ગુપ્ત રીતે ધન લાભ પણ કરાવી શકે છે, જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે. આ ઉપરાંત મંગળ ગ્રહનો આ પ્રવેશ તમારા સાસરી પક્ષમાં કોઇ પ્રકારના શુભ કાર્ય તરફ પણ સંકેત કરે છે. આ ગોચર તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

તુલા રાશિ :- તુલા રાશિના જાતકો માટે મંગળ બીજા અને સપ્તમ ભાવનો સ્વામી છે. આ ગોચરના પરિણામ પર ધ્યાન આપવામાં આવે તો આ તે સમય હશે જ્યારે તમારા જીવનસાથીના વર્તનમાં બદલાવ આવશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધાર થશે અને પહેલાથી આવી રહેલી કોઇ પણ સ્વાસ્થ્ય સમસ્યાથી તેમને છૂટકારો મળશે. જો તમે નોકરી કરો છો તો આ ગોચર તમારા માટે યોગ્ય રહેશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળી શકે છે. તમારે તમારા પ્રયત્નો ચાલુ રાખવા જોઇએ અને મન લગાવીને કામ કરવું જોઇએ. જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં વધારો થશે અને તમને ખૂબ જ ધન લાભ થશે.

વૃશ્ચિક રાશિ :- મંગળ ગ્રહનો પ્રવેશ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં થશે. છઠ્ઠા ભાવમાં મંગળ ગ્રહનું પ્રવેશવું સામાન્ય રીતે શુભ ફળદાયી માનવામાં આવે છે. આ ગોચરના પરિણામ સ્વરૂપ તમારી નોકરીમાં જબરદસ્ત પ્રગતિના યોગ બનશે. તમે જે કામ કરવામાં પોતાના હાથ અજમાવશો, તેમાં સફળતા મેળવી શકશો. તમને તમારી મહેનતનું ફળ મળશે અને તમે પોતાના વિરોધીઓ પર ભારે પડશો. તમારી કીર્તિ અને યશ બંને વધશે. તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રહેશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે એક મજબૂત વ્યક્તિત્ત્વ ધરાવતા પોતાના જીવનમાં આગળ વધશો.

ધનુ રાશિ :- મંગળનું ગોચર તમારી રાશિથી પંચમ ભાવમાં હશે. તેનાથી તમને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે, કારણ કે પંચમ ભાવમાં મંગળનો પ્રવેશ અનુકૂળ ફળ આપનાર માનવામાં આવતું નથી. તમારી કોઇ ક્રિએટિવિટી તમારા માટે ધનનો માર્ગ ખોલી શકે છે. આ સમય કાળમાં તમારી આવક વધશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરંતુ બીજી બાજુ આ ગોચર તમારા અંગત જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પેદા કરી શકે છે. તમારા પાર્ટનર મનમોજી અને થોડાક ગુસ્સાવાળા હોઇ શકે છે. જો તમે પરણિત છો તો જીવનસાથીને આ સમયમાં ખૂબ જ સારા પરિણામ મળશે અને તેમના કરિયરમાં પ્રગતિ થશે.

મકર રાશિ :- મંગળ ગ્રહનું ગોચર મેષ રાશિમાં તમારા ચતુર્થ ભાવમાં જ થશે. ચતુર્થ ભાવમાં મંગળનું ગોચર તમારા માટે પ્રૉપર્ટી સંબંધિત લાભ લઇને આવશે. વર્ષોથી તમારી ઘર લેવાની ઇચ્છાને આ ગોચર પૂરી કરી શકે છે. જો તમારી અનુકૂળ દશા ચાલી રહી છે તો આ સમયમાં ચલ તેમજ અચલ સંપત્તિનો સંપૂર્ણ લાભ મળશે અને તમે કોઇ પ્રૉપર્ટીના માલિક બનશો. કેટલાક લોકો ઘણી સારી ગાડી પણ આ ગોચર કાળમાં ખરીદી શકો છો. તેનાથી વિપરિત, આ ગોચર તમારી માતાના સ્વાસ્થ્યને પીડિત કરશે. તેમના વ્યવહારમાં પણ ફેરફાર જોવા મળશે. મંગળ ગ્રહ તમારા કરિયરને પણ અસર કરશે અને નોકરીમાં તમારો ગરમ મિજાજ તમને મુશ્કેલીમાં નાંખી શકે છે.

કુંભ રાશિ :- મંગળનો ગોચર તમારી રાશિથી ત્રીજા ભાવમાં રહેશે. આ ભાવમાં મંગળનો ગોચર અત્યંત જ શુભ ફળ અપાવનાર માનવામાં આવે છે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમારી રિસ્ક લેવાની પ્રવૃત્તિ વધશે. તમે કોઇ પણ કામમાં આગળ વધીને યોગદાન આપશો અને સફળતા પ્રાપત કરશો. તમે પોતાના માર્કેટિંગ સ્કિલ અને પોતાના પરિશ્રમના જોરે ઉપર ઉઠશો અને સફળતા હાંસલ કરશો. મંગળના ગોચરના આ સમયગાળામાં તમે કેટલીક યાત્રાઓ પણ કરશે અને આ યાત્રાઓ તમારા માટે લાભનો માર્ગ ખોલશે. તમારી નોકરીમાં પણ સારા સમયની પ્રાપ્તિ થશે અને તમે પોતાના પ્રયાસોના દમ પર કામમાં સફળતા હાંસલ કરશો.

મીન રાશિ :- તમારા આ ગોચર કાળમાં મંગળ તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે. ધન પ્રાપ્તિ થશે અને તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મજબૂત થવા લાગશે. તમને ભાગ્ય પાસેથી પૂરતી મદદ મળશે. તમારી પાસે ધનની કોઇ અછત રહશે નહીં. આ ગોચર પરિવારના માન-સન્માનને વધારનાર પણ સાબિત થશે, પરંતુ તેમછતાં પણ કોઇના કોઇ કારણથી પરિવારમાં તણાવ બની રહેશે અને પરિવારના લોકોમાં પરસ્પર એકબીજા સાથે કોઇ પ્રકારના વાદ-વિવાદમાં પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે મંગળનો આ ગોચર ઘણો અનુકૂળ રહેશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થી આ સમયમાં શિક્ષણની સાથે-સાથે પાર્ટ ટાઇમ જોબ કરીને થોડાક પૈસા પણ કમાવવાનું શરૂ કરી શકશો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.