દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેની ૧,૮૧,૭૫૬ કારો રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ciaz, vitara brezza, s-cross વગેરે કારો રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું કહેવું છે કે ૪ મે ૨૦૧૮ થી ૨૭ ઓકટોબરે ૨૦૨૦ વચ્ચે ઉત્પાદિત કરવામાં આવેલાં વાહનોમાં ખામી હોઈ શકે છે.
તે કારો રિપેર કરી ગ્રાહકોને પરત કરવામાં આવશે. સંભવિત નવેમ્બરથી આ અંતગઁત વાહનોનાં મોટર જનરેટર યુનિટની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ખામી જણાય તો તેને બદલવામાં આવશે.
આ પહેલાં પણ મારુતિ સુઝુકીએ નવેમ્બર ૨૦૨૦માં તેના ઇકો ગાડીનાં ૪૦, ૪૫૩ યુનિટ્સને રિકોલ કયાઁ હતાં. તેમની હેડલાઈટમાં કેટલીક સમસ્યાઓ આવતી હતી.
બલેનોનાં ૧,૩૪,૮૮૫ યુનિટ્સને પણ પરત બોલાવીને રિપેર કરી હતી. તેમાં ઈંધણ પંપ સાથે કેટલીક સમસ્યાઓ હતી.
https://www.youtube.com/watch?v=wkc_fSMcNY4
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.