મારૂતી સુઝુકી નવી SUV Grand Vitara 20મી જુલાઈના લોન્ચ કરવાની તૈયારીમાં

દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરર કંપની મારૂતી સુઝીકી ઇન્ડિયા ખૂબ ઝડપથી પોતાના પોર્ટફોલિયોને અપડેટ કરી રહી છે અને આ વર્ષ 2022ની શરૂઆતથી અત્યાર સુધી કંપની 6 નવી કાર ફેસલિફ્ટ વર્ઝનના રૂપે લાવી ચૂકી છે અને હવે તેની તૈયારી 7મી નવી કાર લાવવાની છે. કંપનીએ તેનું ટીઝર અને ફર્સ્ટ લુક રીલીઝ કરી દીધું છે અને આ ગ્રાંડ SUV બજારમાં એક નવું સેગમેન્ટ શરૂ કરી શકે છે.

મારૂતી સુઝુકી ઇન્ડિયાએ પોતાની આવનારી SUV Grand Vitaraનું ટીઝર રીલીઝ કરી દીધું છે. તેના વીડિયોમાં કારના ફ્રંટ લુક અને રીયર લુકની ઝલક દેખાઇ રહી છે. ઓફિશીયલ રૂપે તેના પરથી 20મી જૂલાઇના રોજ પડદો હટશે. જ્યારે તેની કિંમતનું એલાન અને ઓફિશીયલ લોન્ચિંગ સપ્ટેમ્બરની આસપાસ થઇ શકે છે અને ત્યારે જ તેની કિંમત પણ જાણવા મળશે.

મારૂતીની આ કાર એક ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ વેરિયેન્ટમાં પણ આવશે. આ ગાડી ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડરના પ્લેટફોર્મ પર બેઝ્ડ હોઇ શકે છે. પણ ટીઝરમાં ખબર પડે છે કે, તેનો લુક ઘણો અલગ હશે. ફ્રંટ પર જ્યાં ટ્રીપલ LED લાઇટ અને સેન્ટરમાં સુઝૂકીનો લોગો તેને એક અલગ લુક આપે છે, જ્યારે બેક સાઇડમાં નવી રીતની LED ટેઇલ લેમ્પ હશે, જે મારૂતીની બાકી ગાડીઓની ડિઝાઇનથી અલગ હશે અને એટલું જ નહીં આ કારમાં હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સિસ્ટમની સાથે K15C સીરીઝનું પેટ્રોલ અન્જીન હશે અને બન્ને કોમ્બિનેશન દ્વારા સારી માઇલેજ પણ મળશે.

મારૂતિ દેશની સૌથી મોટી કાર કંપની નથી, પણ તેના ખાતામાં દેશની સૌથી વધુ વેચાનારી કાર વેગનઆર પણ છે, તો સૌથી વધુ માઇલેજ આપતી ગાડી સેલેરીયો પણ છે અને કંપનીએ 2022ની શરૂઆતમાં જ પોતાના પોર્ટફોલિયોમાં અપડેટ કરવાનું શરૂ કરી દીધુ છે અને પોતાની લગભગ દરેક બ્રાન્ડના ફેસલિફ્ટ વર્ઝન લાવી રહી છે.

જાન્યુઆરીમાં કંપનીએ સેલેરીયો 2022 લોન્ચ કરી હતી, તો ફેબ્રુઆરીમાં મારૂતી વેગનાઆર 2022 લોન્ચ કરી. જો જાન્યુઆરીથી અત્યાર સુધી 6 મહિનાઓમાં કંપની પોતાની મારૂતી અર્ટિગા, મારૂતી XL6, મારૂતી બાલેનો અને મારૂતી બ્રેઝાના ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરી ચૂકી છે અને એ જ રીતે પાછલા 6 મહિનામાં કંપની પોતાની 6 કાર લાવી ચૂકી છે અને 7મી ગાડી લોન્ચ કરવાની તૈયારીમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.