જાપાની કંપની સુઝુકી મોટર કોર્પોરેશન વર્ષ 2026 સુધીમાં ગુજરાતમાં રૂ. 10,445 કરોડનું નવું મૂડીરોકાણ કરશે. ગત 19મી માર્ચે નવી દિલ્હીમાં જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિડા તથા દેશના વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ઇન્ડિયા-જાપાન ઇકોનોમિક ફોરમનો કાર્યક્રમ યોજાયો હતો.અને એ વખતે ગુજરાતમાં મૂડીરોકાણ અંગે રાજ્ય સરકાર અને સુઝુકી મોટર કોર્પોરેશન વચ્ચે એમઓયુ થયા હતા.
કંપનીના પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ જાહેર કર્યું હતું કે, કંપનીએ કાર્બન ઉત્સર્જન બંધ કરવા માટે નાની ઈલેક્ટ્રિક મોટરકારોનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. એમઓયુ હેઠળ ગુજરાતમાં માંડલ-બેચરાજી ખાતે કંપનીનો પ્લાન્ટ છે, તેની નજીકમાં વર્ષ 2026 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોની બેટરીનું ઉત્પાદન કરવા માટે સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 7,300 કરોડનું નવું રોકાણ કરવામાં આવશે અને સાથોસાથ, વર્તમાન પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક મોટરકારના ઉત્પાદનની ક્ષમતા 2025 સુધીમાં વધારવા માટે રૂ. 3,100 કરોડનું વધુ રોકાણ કરવામાં આવશે.
સુઝુકીની ટોયોટા કંપની સાથેના પોતાના વૈશ્વિક જોડાણ મારફત ભારતમાં નોન-IC એન્જિન વાહનના બિઝનેસમાં ઊતરવાની યોજના છે અને તેની આ યોજનામાં ભારત મોટો હિસ્સો ધરાવે છે.અને સૂત્રોના જણાવ્યા અનુસાર સુઝુકી મોટર કોર્પોરેશનની ભારતીય સબસિડરી કંપની મારુતિ સુઝુકી અને ટોયોટા મોટર કોર્પોરેશન જથ્થાબંધ ઈફ પ્રોડક્ટ્સ પર કામ કરી રહ્યા છે, જેનું ભારતમાં વેચાણ કરાશે અને અહીંથી યુરોપ અને દક્ષિણ એશિયાના દેશોમાં તેની નિકાસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.