ભારતમાં સૌથી વધુ કાર વહેંચનારી કંપની મારુતિ સુઝુકીએ નવી વેગનઆર રજુ કરી દીધી છે અને જે દેખાવમાં ઘણી સુંદર છે. નવી વેગનઆરનો લુક ઘણો બદલાય ગયો છે અને ખાસ કરીને મિડલ ક્લાસ પરિવાર માટે વેગનઆર આજે પણ પહેલી પસંદ છે અને તેને કારણે જ ભારતમાં છેલ્લા 6 મહિનાથી સૌથી વધુ વહેંચાતી કારની લીસ્ટમાં વેગનઆર પહેલા નંબર પર છે.
જો કે આ વેગનઆરને જાપાનમાં રજુ કરવામાં આવી છે અને નવા મોડલની ડીઝાઇનને અપડેટ કરવામાં આવી છે. નવી વેગનઆરનો લુક ઘણો સ્પોર્ટી લાગી રહ્યો છે સાથે જ ઘણા હાઈટેક ફીચર્સ પણ જોડવામાં આવ્યા છે. ભારતમાં હાજર વેગનઆરથી જાપાનમાં રજુ કરવામાં આવી વેગનઆર ઘણી અલગ છે અને તમે પણ પહેલી નજરમાં વેગનઆરને ઓળખી નહીં શકો. ચાલો જોઈએ શું છે નવી વેગનઆરની ખાસિયત..
નવી વેગનઆર કારનું ફ્રન્ટ ઘણું જ શાનદાર છે અને આગળ ગ્રીલને અપડેટ કરવામાં આવ્યું છે સાથે જ ફ્રન્ટ લાઈટ પણ વધુ આકર્ષિત બનાવવામાં આવી છે. કારની અંદરની વાત કરી તો વેગનઆરમાં ટાઈપ-એ અને ટાઈપ-સી યુએસબી પાવર સોકેટ, કીલેસ પુશ-સ્ટાર્ટ સીસ્ટમ અને ઓટો એર કંડીશનર આપવામાં આવ્યું છે અને સાથે સાથે જ હીટેડ ડ્રાઈવર સિત આપવામાં આવી છે.
જાપાન સ્પેક વેગનઆર 660cc મોટર દ્વારા ઓપરેટ થાય છે જે NA પેટ્રોલ અને માઈલ્ડ- હાઈબ્રીડ કોન્ફીગરેશનમાં રજુ કરવામાં આવી છે. આ ઈંજનનું ટર્બો વર્જન સ્ટીંગ્રે અને કસ્ટમ ઝેડ સાથે ઉપલબ્ધ છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ MT અને CVTનો સમાવેશ થાય છે. 2WD અને 4WD બંને વેરિઅન્ટ ઑફર પર છે અને CVT ગિયરબોક્સ સાથે જોડાયેલી માઈલ્ડ- હાઇબ્રિડ પાવરટ્રેન 25.2 kmplની માઇલેજ આપે છે.
હો જાપાન સ્પેક વેગનઆરની કિંમતની વાત કરીએ તો 1,217,700 યેન થી લઈને 1,509,200 યેન (7.22 લાખથી લઈને 8.96 લાખ) સુધીની પ્રાઈસ રેન્જમાં ઉપલબ્ધ થશે અને ત્યાં જ વેગનઆર Stingray 1,688,500 યેન થી લઈને 1,811,700 યેન (10 લાખથી લઈને10.75 લાખ) સુધીની પ્રાઈસ રેન્જમાં ઉપલબ્ધ થશે. વેગનઆર કસ્ટમ ઝેડ મોડલ 1,474,000 યેન થી લઈને 1,756,700 યેન (8.75 લાખથી લઈને 10.43 લાખ) સુધીની પ્રાઈસ રેન્જમાં ઉપલબ્ધ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.