ફેમિલી કાર તરીકે ઓળખાતી મારુતિ સુઝુકીની વેગનઆર કાર માર્કેટમાં અને લોકોના દિલમાં પહેલેથી જગ્યા બનાવી ચૂકી છે. જો કે, અન્ય કંપનીઓની નવી પ્રોડક્ટ્સે વેગનઆર તરફથી લોકોનું ધ્યાન છેલ્લાં થોડા સમયથી હટાવી લીધું હતું પણ હવે વેગનઆર હવે ફરી એકવાર ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. અને મારુતિ સુઝુકીએ દેશમાં સૌથી વધુ વેચાનારી કાર મારુતિ સુઝુકી વેગનઆરને સંપૂર્ણપણે નવા અવતારમાં લોન્ચ કરી છે. કંપનીએ નવી વેનગઆરના બેઝ વેરિઅન્ટ LXIની કિંમત 5,39,500 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 6,81,000 રૂપિયા રાખી છે. નવી વેગનઆર સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી સાથે એડવાન્સ K-સિરીઝ ડ્યુઅલ જેટ અને ડ્યુઅલ VVT એન્જિન આપવામાં આવ્યું છે.અને આ કારને 1.0 લિટર અને 1.2 લિટર એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે.
નવી વેગનઆરમાં અનેક નવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. અને તેમાં સ્માર્ટફોન નેવિગેશન સાથે 7 ઇંચની સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે 4 સ્પીકર સાથે આવે છે.અને નવી વેગનઆર HEARTECT પ્લેટફોર્મ સાથે તેના પેસેન્જર માટે સારી સેફ્ટી ઓફર કરે છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD), ફ્રંટ સીટ બેલ્ટ રિમાઇન્ડર, હાઈ સ્પીડ અલર્ટ સિસ્ટમ અને રિવર્સ પાર્કિંગ સેન્સર સહિત અનેક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે.
નવી વેગનઆર AGS વેરિઅન્ટમાં પણ હિલ-હોલ્ડ આસિસ્ટ આપવામાં આવ્યું છે. એટલે કે હવે કાર જ્યારે ચઢાણ કરતી હશે ત્યારે ઢાળવાળા રસ્તા પર સ્ટોપ-સ્ટાર્ટ ટ્રાફિકમાં ગાડી પાછળની તરફ નહીં આવે.અને નવી વેગનઆર સ્પોર્ટી ફ્લોટિંગ રૂફ ડિઝાઇન અને ડાયનેમિક એલોય વ્હીલ્સ સાથે ડ્યુઅલ-ટોન એક્સટિરિયર આપવામાં આવ્યું છે.
નવી વેગનઆરમાં 1.0L અને 1.2 લિટર KS એડવાન્સ K-સિરીઝ ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન આપવામાં આવ્યાં છે. કૂલ્ડ એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન (EGR) સાથે ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT ટેક્નોલોજી વાહનને વધુ માઇલેજ આપવામાં મદદ કરે છે. તે પેટ્રોલ અને S-CNG બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકીના જણાવ્યા અનુસાર, 1.0-લિટર પેટ્રોલ (VXI AGS) એન્જિન 25.19 Kmpl સુધીની એવરેજ આપશે, જે આઉટગોઇંગ મોડલ કરતાં લગભગ 16% વધુ છે.
તેમજ, તેનું CNG વેરિઅન્ટ 34.05 km/kgના દરે ચાલી શકશે. આ આઉટગોઇંગ S-CNG મોડલ કરતાં લગભગ 5% વધુ છે. અને કંપનીના જણાવ્યા અનુસાર, ફેક્ટરી-ફીટેડ S-CNG ઓપ્શન હવે LXI અને VXI બંને વેરિઅન્ટમાં આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.