આવતીકાલે લોન્ચ થશે મારુતિની આ શાનદાર કાર જાણો કેટલી આધુનિક હશે આ કાર

ભારતીય બજારમાં 15 એપ્રિલે લોન્ચ થશે મારુતિની અર્ટિકા કંપનીએ આગામી હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ કાર માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. રસ ધરાવતા ગ્રાહકો ભારતભરના કોઈપણ મારુતિ સુઝુકી એરેના શોરૂમમાંથી નેક્સ્ટ જનરેશનની Ertiga બુક કરાવી શકે છે.

મારુતિ સુઝુકી આવતીકાલે એટલે કે 15મી એપ્રિલે ભારતીય બજારમાં નવી Ertiga ફેસલિફ્ટ રજૂ કરવા માટે તૈયાર છે. જો કે, આ અપકમિંગ કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નવી મારુતિ અર્ટિગાની પ્રી-બુકિંગ માટે, રસ ધરાવતા ગ્રાહકે 11,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવવી પડશે અને નવું મોડલ કોસ્મેટિક ડિઝાઇન ફેરફારો અને નવા એન્જિન-ગિયરબોક્સ સંયોજન સાથે અપડેટેડ ઇન્ટિરિયર્સ સાથે આવશે.

નવી મારુતિ સુઝુકી અર્ટિગાના એન્જિન વિશે વાત કરીએ તો, તે 1.5-લિટર, ડ્યુઅલજેટ ડ્યુઅલ VVT એન્જિન દ્વારા સંચાલિત હશે, જે સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ હશે.અને આ મોટરને માત્ર પાંચ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જ નહીં, પરંતુ પેડલ શિફ્ટર સાથેનું નવું છ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવશે, જે વાહનને વધુ આધુનિક બનાવે છે.

મારુતિ સુઝુકી અર્ટિગાના આગામી વર્ઝનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં નવી ગ્રિલ, સુઝુકી કનેક્ટ ટેલીમેટિક્સ અને સાત ઇંચની સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. CNG વેરિઅન્ટ, જે હાલમાં માત્ર VXi વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે અને તે ZXi વેરિઅન્ટને ટૂંક સમયમાં લૉન્ચ કરવા માટે અપડેટ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.