માસ્ક નહી પહેર્યું તો થશે 2 વર્ષની જેલ, સંક્રમણનો ખતરો જોતાં અહીં લાગૂ કરવામાં આવ્યો કાયદો

 

કોરોના સંક્રમણે દુનિયાભરમાં કોહરામ મચાવેલો છે. આ ઘાતક વાઈરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં 4.25 કરોડ લોકોને સંક્રમિત થઈ ચુક્યાં છે જ્યારે આ ઘાતક બિમારીથી થનારા મોતનો આંકડો 11.5 લાખ થઈ ગયો છે.

દરેક દેશો સંક્રમણને રોકવા માટે પોતાના તરફથી પ્રયાસો કરતા રહે છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવા નિયમોનું લોકો ચુસ્તપણે પાલન કરે એ માટે સખ્ત કાયદો પણ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે ઈથોપિયામાં આવો જ એક સખ્ત કાયદો લાગૂ કરવામાં આવ્યો છે.અહીં માસ્ક નહી પહેરનારા લોકોને બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઈથોપિયામાં કોરોના સંક્રમણને રોકવાને લઈને એપ્રીલમાં ઈમર્જન્સી પણ લાગૂ કરવામાં આવી હતી. જે સપ્ટેમ્બરમાં હટાવી લેવામાં આવી. એવામાં લોકો બેદરકારી દાખવતા જોવા પણ મળ્યા. આ કારણે જ અહીં સંક્રમણથી બચવા માટે જરૂરી સાવચેતીના પગલાંનું સખ્તાઈથી પાલન કરાવવા માટે સખ્ત કાયદો લાગૂ કરવામાં આવ્યો છે.

અહીં કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને સાવચેતી નથી રાખી રહ્યો અને તેનાથી સંક્રમણ ફેલાયું તો તેને જેલની સજા થઈ શકે છે. અહીં કોરોના સંક્રમણથી બચવા માટે જે સાવચેતીના પગલાં જાહેર કરવામાં આવ્યા છે તેમાં એક-બીજા સાથે હાથ મેળવવા, જાહેર સ્થળોએ માસ્ક નહી પહેરવા, એક ટેબલ પર ત્રણથી વધારે લોકો બેસવા અને બે લોકો વચ્ચે 6 ફુટ જેટલું અંતર નહી રાખવા પર દંડાત્મક જોગવાઈ કરવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.