કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી થઇ ગયું છે. પોતાની અને બીજાની સુરક્ષા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. પરંતુ શું તમે જાણો છો કે સતત માસ્ક પહેરી રાખવાથી આપણા ફેફસાં માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. યોગા એન્ડ વેલનેસ કોચનું કહેવું છે કે માસ્ક પહેરીને શ્વાસ લેવાથી આપણા ફેફસાં, વાયટેલિટી અને ઇમ્યૂનિટી પર ઘણી ખરાબ અસર પડે છે.
ફિટનેસ એક્સપર્ટનું કહેવું છે કે સતત માસ્ક પહેરનાર લોકોએ આ પ્રકારની મુશ્કેલીઓથી બચવા માટે પ્રાણાયમ અથવા ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ નિયમિત રીતે કરવું જોઇએ. તેનાથી ન માત્ર તમારા ફેફસાં અને ઇમ્યૂનિટી સારી થશે પરંતુ તમે વધારે ઊર્જાવાન અને સ્વસ્થ ફીલ કરશો.
ફિટનેસ અને યોગા એક્સપર્ટે જણાવ્યું કે પોતાનો જ શ્વાસ બહાર કાઢ્યા બાદ તેને ઇનહેલ કરવાની પ્રક્રિયાને યોગ અને આયુર્વેદમાં અપાન વાયુ કહેવામાં આવે છે. અપાન વાયુમાં ઑક્સીજનનું પ્રમાણ ઓછું થઇ જાય છે, જેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. તેનાથી છૂટકારો મેળવવા એક્સરસાઇઝ કરવી જોઇએ. યોગા અને શ્વાસની એક્સરસાઇઝ કરવાથી લાભ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.