માસ્ક પહેર્યા વગર બહાર નિકળવાની ભૂલ કરતા નહી, ચીનના ટોચના વૈજ્ઞાનિકની ચેતવણી

ચીનના ટોચના વૈજ્ઞાનિકે ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોના વાયરસથી બચવા માટે હાલમાં માસ્ક પહેરવુ બહુ જરુરી છે.

ચીનના ટોચના વૈજ્ઞાનિક જોર્જ ગાઓ ચાઈનીઝ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પ્રમુખ છે.તેમના કહેવા પ્રમાણે યુરોપ અને અમેરિકામાં લોકો માસ્ક નહી પહેરવાની ભૂલ કરી રહ્યા છે. આ વાયરસ ડ્રોપલેટ અને લોકોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જ્યારે

પણ તમે વાત કરો છો ત્યારે તમારા મોઢામાંથી ડ્રોપલેટ બહાર આવતા હોય છે. કોરોના વાયરસનો ચેપ જેમને લાગ્યો હોય તેવા ઘણા લોકોમાં તેના લક્ષણો દેખાતા નથી. આ સંજોગોમાં માસ્ક પહેરવાથી આ ચેપ લાગતો અટકાવી શકાય છે.

અ્મેરિકામાં પણ વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે, કોરોના વાયરસ શ્વાસ લેવાથી કે વાતચીત કરતી વખતે સંપર્કમાં આવવાથી ફેલાય છે.

આ પહેલા જોકે WHO દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, માસ્ક પહેરવુ દરેક માટે જરુરી નથી પણ અમેરિકામાં હવે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવો જરુરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.