એક જ દિવસમાં રૃા.1000 લેખે મોટીસંખ્યામાં લોકોને દંડઃ પાનના 47 ગલ્લા પણ બંધ કરાવાયા
કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવાની પાલિકા દ્વારા વારંવાર સુચનાઓ આપવા છતા શહેરીજનો કોરોનાની પરવા કર્યા વગર બિન્દાસ્તથી માસ્ક પહેરીને ફરતા હોવાથી પાલિકાની ટીમે આજે 242 વ્યકિતઓને માસ્ક નહીં પહેરવા બદલ રૃા.2.42 લાખનો દંડ વસુલ્યો હતો.
સુરત શહેરમાં કોરોનાના બીજો તબક્કો શરૃ થઇ ગયો છે. અને આગામી દિવસોમાં કોરોનાના કેસો વધતા જતા હોવાથી તકેદારી રાખવા પાલિકા દ્વારા આદેશ કરાઇ રહ્યો છે. ખાસ કરીને લોકોને ઘરની બહાર નિકળો ત્યારે માસ્ક પહેરીને નિકળવાનો આદેશ કરવા છતા હજુ પણ લોકો તેનું પાલન કરતા નથી.
પાલિકાની ટીમે આજે ૨૪૨ વ્યકિતઓને માસ્ક નહીં પહેરવા બદલ રૃા.૨.૪૨ લાખ નો દંડ વસુલ્યો હતો. જેમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં ૫૧, વરાછી બી માં ૪૩, વરાછા એ માં ૨૨, રાંદેર ઝોનમાં ૧૮, કતારગામમાં ૧૯, ઉધના ઝોનમાં ૨૨, અઠવામાં ૩૬, લિંબાયતમાં ૩૧ વ્યકિતોઓ માસ્ક પહેર્યા વગર ફરત ઝડપાયા હતા. આ સાથે જ શહેરના વિવિધ ઝોનમાં કુલ ૪૭ પાનના ગલ્લા બંધ કરાવીને રૃા.૧૧,૬૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.