કાળા કાયદા વિરુદ્ધ અકાલી દળનું મોટું વિરોધ પ્રદર્શન.. પોલીસે કરી…


અકાલી દળે કૃષિ કાયદાને ૧ વષઁ પૂણઁ થયું હોવાને લઈને અકાલી દળનાં કાયઁકરોએ કાળા દિવસની ઉજવણી કરી હતી. વિરોધ કાયઁક્રમની પોલીસ દ્નારા મંજૂરી આપી ન હોવા છતાં અકાલી દળનાં કાયઁકરોએ સંસદ તરફ કૂચ કરી હતી. અકાલી દળ દ્નારા રકાબગંજ ગુરુદ્નારાથી શરુ કરી સંસદ ભવન સુધી રેલીનું આયોજન કર્યું હતું.

મોટી સંખ્યામાં એકઠા થયેલાં અકાલી દળનાં કાયઁકરોને પોલીસે અટકાવ્યાં હતાં. સંસદ તરફ કૂચ કરતાં અકાલી દળનાં કાયઁકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસનાં જવાનો અને અકાલી દળનાં કાયઁકરો વચ્ચે અફરાતફરીનાં દૃશ્યો સજાઁયા હતા.

હરિયાણાથી દિલ્હી આવનાર માગઁ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શિરોમણી અકાલી દળની વિરોધ કૂચને જોતા દિલ્હીના શંકર રોડ વિસ્તારમાં તૈનાત સુરક્ષા કમઁચારીઓ. વિરોધને કારણે દિલ્હીમાં ધણી જગ્યાએ જામ થયો છે. વિરોધ પ્રદર્શનને જોતાં દિલ્હી પોલીસે બેરોકેડ લગાવીને ઝારોડા કલાન બોડઁર સીલ બંધ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.