કોંગ્રેસ અને AAPને મસમોટો ઝટકો, અનેક નેતા ધારણ કરી શકે છે કેસરિયો

જયરાજસિંહ પરમાર જોડાય એ પહેલા અન્ય કેટલાક આગેવાનો ભાજપમાં જોડાશે. કોંગ્રેસ અને આપના નેતા ભાજપમાં જોડાશે. જે ગુજરાત કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વધુ એક નેતા પણ કોંગ્રેસનો હાથ છોડશે. કોંગ્રેસ પૂર્વ MLA, હોદ્દેદારો તેમજ AAPના હોદ્દેદારો અને આગેવાનો પણ ભાજપમાં જોડાશે. આજે ગાંધીનગર કમલમ ખાતે નેતાઓ કેસરિયો ધારણ કરશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આંતરવિવાદને કારણે જયરાજસિંહ પરમારે તાજેતરમાં પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે, મે કારકિર્દી જોખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ હટાવ્યું હતું અને પોતાના કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. સાથે જ તેમણે કાર્યકરો જોગ પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.

આપ અને કોંગ્રેસમાં ગાબડું પાડવા ભાજપે કમર કસી છે. તાજેતરમાં આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા હતા. આમ, સુરત આપમાં મોટુ ભંગાણ સર્જાયુ હતું. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જ્યારે ઉપલેટા તાલુકા પંચાયતના નવનિર્મિત બિલ્ડીંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મંત્રી બ્રીજેશ મેરજા,પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક,જયેશ રાદડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં યોજાયો હતો અને જે કાર્યક્રમમાં ઉપ પ્રમુખ શહેર કોંગ્રેસ,વિરોધ પક્ષ નેતા,જિલ્લા સંગઠન મહામંત્રી-આપ સહિતના અનેક આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો તેમજ જુદા જુદા સમાજના આગેવાનો સાથે ઘણા ગામોના સરપંચો સભ્યો સહિતના 150 કરતા વધુ લોકોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.