છત્તીસગઢ઼ની રાજધાની રાયપુરની નજીક ભાનસોજમાં કંઇ એવું થયું કે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા. ચૂંટણીઓમાં મતદાતાઓને લલચાવવા માટેના આરોપો તો લાગતા જ રહે છે, પણ ભાનસોજમાં તો તેની સાબિતી બસ સ્ટેન્ડ પર જોવા મળી ગઈ. આરોપ છે કે પંચાયત ચૂંટણીના ઉમેદવાર મનોહર દેવાંગને વોટરોને લલચાવવા માટે કોઈને મિક્સર તો કુકર, પેન્ટ-શર્ટ વગેરે જેવી ભેટો આપી. પણ ચૂંટણીમાં હારી જવા પર મનોહરે લોકો પાસેથી તેમને આપેલી ભેટ પાછી માગી લીધી.
નારાજ થઈને ગામના લોકોએ તેમને આપેલા દરેક સામાનોની પ્રદર્શની લગાવી દીધી. ચૂંટણીમાં મનોહરની સામે તેનો ભાઈ ચંદ્રહાસ દેવાંગન ઊભા હતા. આ મામલે પોલીસે મનોહર દેવાંગનની સામે મારામારી અને ધમકીનો કેસ દાખલ કરી દીધો છે. મનોહર હાલમાં ફરાર છે.
મનોહર દેવાંગન વોર્ડ નંબર 7થી ઊભા હતા. તેમને માત્ર 8 વોટ જ મળ્યા હતા. જેનાથી તે ઘણાં ગુસ્સે થઈ ગયા અને ગીફ્ટ્સ પાછા માગી લીધા. તો રાજ્ય ચૂંટણી પંચે પણ કલેક્ટરને આ મામલે તપાસ કરી વિસ્તૃત રિપોર્ટ આપવા માટેનો આદેશ આપ્યો છે.
છત્તીસગઢ઼માં 3 સ્ટેજમાં પંચાયત ચૂંટણી થઈ રહી છે. પહેલો સ્ટેજ મંગળવારે શરૂ થયો. રાયપુર મંડળમાં તિલ્દા, આરંગ, અભનપુર અને ધરસીવન ડેવલપમેન્ટ બ્લોકમાં પહેલા સ્ટેજનું મતદાન થયું. બીજા તરણનું મતદાન ચાલી રહ્યું છે. તો ત્રીજુ અને અંતિમ ચરણ 3 ફેબ્રુઆરી ના રોજ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.