માતાને હોસ્પિટલમાં મૂકીને ઘરે જઇ રહેલા પુત્રને પોલીસે માર્યો, માતાએ કહ્યું,મારા પુત્રને બુટલગેરની જેમ માર્યો

  1. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સવિતા હોસ્પિટલના રાષ્ટ્ર સેવક માતાને હોસ્પિટલમાં મુકી પરત ફરી રહેલા પુત્રને પોલીસે માર માર્યો હતો. રાષ્ટ્ર સેવક મહિલાના પોલીસની દાદાગીરી સામે રોષ વ્યક્ત કરતા વાઈરલ થયેલા વીડિયોમાં જણાવ્યું છે કે, પોલીસ જે રીતે રાષ્ટ્ર સેવક તરીકે ફરજ બજાવે છે. તે રીતે હું પણ એક રાષ્ટ્ર સેવક તરીકે ફરજ બજાવું છું. પરંતુ, પોલીસે મારો પુત્ર એક બુટલેગર હોય તે રીતે માર માર્યો છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે સવિતા હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં રાધાબહેન નામની મહિલા ફરજ બજાવે છે. રોજ સવારે અને સાંજે તેઓને તેમનો પુત્ર હોસ્પિટલમાં મુકવા માટે આવે છે. અને સાંજે લેવા માટે જાય છે. આજે સવારે પણ રાધાબહેનને તેઓનો પુત્ર હોસ્પિટલમાં મુકીને ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન પરિવાર ચાર રસ્તા પાસે પોલીસે તેણે રોક્યો હતો. અને તેની પાસે લાયસન્સ વિગેરે માંગ્યું હતું. અને તેને માર માર્યો હતો.

પુત્રને પોલીસે માર માર્યો હોવાની જાણ રાધાબહેનને થતાં તેઓએ પોલીસ સામે રોષ વ્યક્ત કરતો વીડિયો વાઈરલ કર્યો હતો. વિડીયોમાં તેઓએ જણાવ્યું છે કે, જેમ પોલીસ રાષ્ટ્ર સેવક છે. તે રીતે હું પણ રાષ્ટ્ર સેવક છું. મારા પુત્ર મને હોસ્પિટલમાં મુકીને ઘરે જતો હતો, ત્યારે પોલીસે તેને રોકીને માર માર્યો છે. મારા પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે, મારી મમ્મી હોસ્પિટલમાં નોકરી કરે છે. અને તેઓને મુકવા ગયો હતો. તેમ જણાવવા છતાં, પોલીસે કોઇ વાત સાંભળી ન હતી. અને લોક ડાઉનનો ભંગ કરવા બદલ માર માર્યો હતો.

લોકડાઉનનો ભંગ કરનાર વ્યક્તિને માર મારવાનો પોલીસને કોઇ અધિકાર નથી. પોલીસ લોકડાઉનમાં કદાચ વ્હિકલ ડિટેઇન કરી શકે છે. અથવા દંડ વસૂલ કરી શકે છે. પરંતુ, પોલીસને કોઇ વ્યક્તિને મારવાનો અધિકાર નથી. પરંતુ, પોલીસે મારો પુત્ર બુટલેગર હોય તેમ માર માર્યો છે. પોલીસ સામે ભારે રોષ વ્યક્ત કરનાર સવિતા હોસ્પિટલના કર્મચારી રાધાબહેને પાણીગેટ પોલીસ મથકમાં જઇ ઉચ્ચ પોલીસ અધિકારીને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.