માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના, સુતળી બોમ્બ હાથમાં ફૂટતા 8 વર્ષના બાળકનું મોત…

સુતળી બોમ્બ ફૂટતા 8 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું છે

આણંદમાંથી ફરી એકવાર માતા-પિતા માટે ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. આણંદના ખંભાતમાં વટાદરા ગામે હાથમાં સુતળી બોમ્બ ફૂટતા 8 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું છે. સુતળી બોમ્બને સળગાવી તેના પર ડબ્બો મુકવા જતા દુર્ઘટના ઘટી હતી જેમાં બાળકનું મોત થયું છે.

સુતળી બોમ્બ ફૂટતા બાળકનું મોત

પાપ્ત વિગતો મુજબ આ 8 વર્ષના બાળકએ ફટાકડો સળગાવીને ઉપર ડબ્બો મૂકવા જતા ફટાકડો અચાનક ફૂટી ગયો હતો અને જેના કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડા.યો હતો. પરંતુ જ્યા સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત થયું હતું. બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

આ કિસ્સા પરથી શીખ લઈ ચેતો..

કહેવાય છે કે, અખતરામાં હંમેશા ખતરા હોય છે અને જેમાં પણ ફટાકડા સાથેની રમત ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. જેનું તાજુ ઉદાહરણ આણંદથી સામે આવ્યું છે. દિવાળીના તહેવારોમાં ફટાકડાથી દાજવાના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે. સાથો સાથ કેટલાક ફટાકડા કારણે અનેક લોકોને શરીરનું અંગ પણ ગુમાવવાનો વારો આવતો છે. ત્યારે આ ફટાકડા સાથે રમત રમતા લોકો અને બાળકો આ કિસ્સા પરથી એક શીખ લેવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.