આજકાલ બાળકો બહારનુ જમવાનુ પસંદ કરે છે, પરંતુ તેમાં ન્યુટ્રિશિયન્સની કમી હોય છે, જે તેમના આરોગ્ય માટે હાનિકારક છે. બાળકોને તેમાંથી પુરુ પોષણ મળતુ નથી. સ્વસ્થ રહેવા માટે જરુરી છે કે બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે.
ખોટુ જમવાના કારણે બાળકોનુ પેટ ખરાબ થઇ જાય છે, પરંતુ દહીં બાળકોના પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. બાળકોને રોજ એક કપ દહીં ખવડાવવુ જોઇએ. દહીંમા કેળુ મેશ કરીને તેમને ખવડાવી શકો છો.
સુકા મેવા શરીરમાં ઉર્જા લાવે છે. રમતા બાળકોએ ખાસ તેનુ સેવન કરવુ જોઇએ. સુકા મેવામાં કિશમિશ, કાજુ , બદામ અને અખરોટ આપી શકાય.
શક્કરિયા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેના મીઠા સ્વાદના કારણે બાળકો તેને ખાવાનુ પસંદ કરે છે. તેને ઉકાળીને બાળકોને દુધની સાથે આપી શકો છો. તેમાં વિટામીન એ હોય છે, જે બાળકોની આંખોને સ્વસ્થ રાખે છે.
ફળોમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે બિમારીઓથી બચાવે છે, તેથી બાળકોને જેમ બને તેમ ફળ વધુ ખવડાવવા જોઇએ. તેમને કેળા, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સફરજન જેવા ફળો ખવડાવવા જોઇએ. બાળકોને જમવાના બે કલાક પહેલા સફરજન ખવડાવો.
બાળકો માટે પનીર બહુ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ઘણી માત્રામાં હોય છે. તેને બ્રેડની સાથે કે રોટી પર લગાવીને પણ ખાવા આપી શકાય છે. પનીર વધારે પડતુ પણ ન ખાવુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.