માતાજીની આઠમ પર સારા સમાચાર, રાંધણ ગેસના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો નવો ભાવ

એપ્રિલના પહેલા દિવસે અને નવરાત્રિની આઠમ પર તમારા માટે સારા સમાચાર આવ્યાં છે. કેન્દ્ર સરકારે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી ગેસના સિલિન્ડરના ભાવ 61 રૂપિયા ઘટ્યા છે. જ્યારે કોલકાતામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 65 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં 62 રૂપિયા, અને ચેન્નાઈમાં 64.40 રૂપિયા ઘટ્યા છે.

આ અંગે જાણકારોનું કહેવું છે કે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરના ભાવ ઘટીને ક્રમશ: 744 રૂપિયા, 774 રૂપિયા, 714.50 રૂપિયા અને 761.50 રૂપિયા થયો છે. આ કિંમતો પહેલી એપ્રિલ એટલે કે આજથી લાગુ છે.

આ બાજુ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં ઘટીને ક્રમશ 1,285.50 રૂપિયા, 1,348.50 રૂપિયા, 1,234.50 રૂપિયા અને 1,402 પ્રતિ સિલિડન્ડર થયો છે. ચારેય મહાનગરોમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ક્રમશ 96 રૂપિયા, 101.50 રૂપિયા, 96.50 રૂપિયા, અને 99.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો  થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.