મહિલાઓને પુરૂષો સાથે ચર્ચા કરીને વોટ આપવાની વાત પર દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની વચ્ચે શાબ્દિક જંગ શરૂ થઈ ગઈ છે. ઇરાનીનાં વળતા પ્રહાર બાદ હવે અરવિંદ કેજરીવાલે પણ તેમને જવાબ આપ્યો છે. કેજરીવાલે કહ્યું કે આખા ઘરનાં વોટ આ વખતે મહિલાઓએ જ નક્કી કર્યા છે.
કેજરીવાલે લખ્યું કે, “સ્મૃતિ જી, દિલ્હીની મહિલાઓએ કોને વોટ આપવાના છે એ નક્કી કરી લીધું છે અને આખી દિલ્હીમાં આ વખતે પોતાના પરિવારનાં વોટ મહિલાઓએ જ નક્કી કર્યા છે. આખરે ઘર તો તેમણે જ ચલાવવાનું છે.”
આ પહેલા કેજરીવાલે ટ્વિટ કર્યું હતુ કે, ‘તમામે જઇને પોતાનું વોટ નાંખવું જોઇએ. આ કોઈપણ પાર્ટી માટે હોઈ શકે છે, પરંતુ તમામે મતદાન કરવું જોઇએ. હું ખાસ કરીને મહિલાઓને બહાર નીકળવાનો અને વોટ કરવાનો આગ્રહ કરું છું. ક્યારેક ક્યારેક એવું થાય છે કે મહિલાઓ ઘર પર રહે છે અને વોટ નથી નાંખતી. કોઇએ પણ આજે ઘરે ના રહેવું જોઇએ.’
આના પર સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલને ઘેરી લીધા હતા કે, ‘તમે શું મહિલાઓને એટલી સક્ષમ નથી સમજતા કે તેઓ સ્વયં નક્કી કરી શકે કે કોને વોટ આપવું છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.