હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ કુમારી શૈલજાએ કહ્યું કે રાજ્યના લોકોએ પોતાનું મન બદલી લીધું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ધ્યાન ભટકાવવાની દરેક કોશિશ કરી રહી છે.
શૈલજાએ કહ્યું કે બીજેપીએ લોકો માટે કંઇ જ કર્યું નથી. શૈલજાએ કહ્યું કે મનરેગા યોજનાને ધ્વસ્ત કરી દેવાઇ છે. બજાર અને અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. શૈલજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, આ મોદી નહીં પરંતુ મંદી છે.
કુમારી શૈલજાએ કહ્યું કે મનરેગા સ્કીમને ધ્વસ્ત કરી દેવાઇ છે. બજાર, અર્થવ્યવ્થા સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ મોદી નહીં, મંદી છે. શૈલજાએ કહ્યું કે દશેરા, દીવાળી પરંતુ ખીસ્સા ખાલી. પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શૈલજાએ મોદી સરકાર પર ઘણા કટાક્ષ કર્યા.
કુમારી શૈલજાએ કહ્યું કે લોકોએ પોતાનું મન બદલી લીધુ છે. બીજેપી લોકોને ભટકાવવાની તમામ કોશિશ કરી રહી છે. ગત 5 વર્ષમાં તેમની પાસે પ્રગતિની રિપોર્ટ હોવી જોઇતી હતી. બીજેપીના લોકોએ કંઇજ કર્યું નથી. બીજેપી લોકોનો દ્રષ્ટિકોણ બદલી શકતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.