મતદાનની ટકાવારી અચાનક ઓછી થવા અંગે ફરિયાદ,તૃણમૂલ કોંગ્રેસ તરફથી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

પશ્ચિમ બંગાળના કેટલાક મતદાન કેન્દ્ર પર મતદાનની ટકાવારી અચાનક ઓછી થવાના મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ તરફથી ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, કાંથી દક્ષિણ(216) અને કાંથી ઉત્તર (213) મતદાન કેન્દ્રો પર સવારે 9.13 વાગ્યે મતદાન ટકાવારી ક્રમશઃ 18.47 ટકા અને 18.95 ટકા હતી પરંતુ ચાર મિનીટ બાદ 9.17 વાગ્યે આ ઘટીને ક્રમશઃ 10.60 ટકા અને 9.40 ટકા થઇ ગઇ.

જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળના 5 જિલ્લાઓની 30 વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.