ઈન્કમટેક્સ વિભાગે રવિવારે એક સાર્વજનિક સંદેશ જાહેર કરીને કહ્યું છે કે, આ વર્ષનાં અંત સુધીમાં પાનને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. ઈન્કમટેક્સ વિભાગે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આયકર સેવાઓનો ફાયદો વગર કોઈ મુશ્કેલીએ ઉઠાવવાનું ચાલુ રાખવા માટે 31 ડિસેમ્બર 2019 સુધી લિકિંગની જરૂરી પ્રક્રિયા પૂરી કરી લેજો. આયકર વિભાગે પહેલાં નક્કી કરેલ સમયસીમા પૂરી થવાના 15 દિવસ પહેલાં નોટિસ જાહેર કરીને કહ્યું કે આ બંને દસ્તાવેજોને લિંક કરાવવું આવશ્યક છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT)એ આ વર્ષે સપ્ટેમ્બરમાં એક આદેશ જાહેર કરીને પાન કાર્ડ અને આધારથી લિંક કરાવવાની ડેડલાઈન 31 ડિસેમ્બર સુધી વધારવાની ઘોષણા કરી હતી. આ પહેલાં આ બંને ડોક્યુમેન્ટને લિંક કરાવવાની સમયસીમા 30 સપ્ટેમ્બર સુધી હતી.
https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html પર લોગ ઓન કરો.
તમારું PAN, Aadhar Number, Aadhar Cardમાં જે નામ છે તે નામ લખો. જે બાદ Captcha Code જનરેટ થશે. અને તે સાથે જરૂરી ડિટેલ ભરીને પ્રક્રિયા પૂરી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.